GSTV

1.4M Followers

મહિલાઓ ખાસ વાંચે / પત્નીની કોઇ પ્રોપર્ટી અથવા વ્યાજની કમાણીમાં પતિનો નથી હોતો કોઇ ભાગ, જાણો શું કહે છે MWP એક્ટના નિયમો

30 Aug 2021.8:19 PM

Last Updated on August 30, 2021 by Zainul Ansari

મેરિડ વુમન્સ પ્રોટેક્શન એક્ટ (MWP act) વિવાહિત મહિલાઓને સંરક્ષણ આપવામાં માટે બનાવવામાં આવ્યો છે. આ એક પ્રકારે વેલફેર અથવા કલ્યાણકારી કાયદો છે. જેમા મહિલાઓને સામાજિક કલ્યાણ સાથે જોડાયેલા અધિકારીનો ઉલ્લેખ છે. MWP act વર્ષ 1874માં બનાવવામાં આવ્યો હતો. આ કાયદાનો હેતુ સેલરી, કમાણી, પ્રોપર્ટી, રોકાણ અને સેવિંગના માલિકાના હક વિવાહિત મહિલાઓને આપવાનો છે.

પત્નીની આ પ્રકારની કોઇ પણ કમાણી પણ પતિનો હક નથી.

MWP act મુજબ પત્ની જો રોકાણ, સેવિંગ, સેલરી અથવા પ્રોપર્ટી દ્વારા કોઇ પણ પ્રકારનું વ્યાજ પ્રાપ્ત કરે છે, વ્યાજથી તેની કમાણી થાય છે તો પતિ તેમા ભાગીદારી નથી લઇ શકતો. આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે લગ્ન પહેલા મહિલાને તેના પરિવાર પાસેથી કોઈ મિલકત મળે છે, તો તેનો માલિકાના હકનું રક્ષણ થઇ શકે. મહિલાઓને તેના પરિજન, સંબંધી અથવા ક્રેડિટર્સ પાસેથી સંપત્તિ મળી છે અને તેના પર વ્યાજ વગેરેની કમાણી થાય છે તો તેના પર સંપૂર્ણ હક લગ્ન પછી પણ તેનો જ હશે. પતિ તેના પર દાવો નથી કરી શકતો. આ વાત જુદી છે કે પત્ની તેની ઇચ્છાથી વ્યાજની કમાણીમાં પતિને ભાગ આપે.

MWP actની કલમ 6

MWP actની કલમ 6 કહે છે કે પતિ જો કોઈ ઇન્શ્યોરન્સ પોલિસી લે છે અને તેમા પત્ની બાળકોને બેનેફિશયરી બનાવે છે, તો પોલિસીનો સંપૂર્ણ બેનેફિટ અથવા બોનસ પત્ની અને બાળકોને જ આપવામાં આવશે. તેમા પતિના પરિવારના કોઇ સભ્ય ભાગીદાર નહીં બની શકે. એટલે પતિના મૃત્યુ પછી ઇન્શ્યોરન્સ પોલિસી સાથે જોડાયેલા તમામ નાણાકિય લાભનો અધિકાર પત્ની અને બાળકોને આપવામાં આવે છે.

પતિ જો પત્ની અને બાળકોના નામે ઇન્શ્યોરન્સ પોલિસી લે છે, તો સ્પષ્ટ વાત છે કે તેના બેનેફિશયરી તરીકે આ બંને જ કાયદાકિય વારસદાર હશે. તેમ છતાંય પોલિસીમાં પત્નીને નોમિની તરીકે નોંધાવવું પડે છે. કાયદાકીય રીતે આ કામ કાયદાકિય અને જરૂરી છે. પછી તેમા કોઈ કાયદાકિય અડચણ ઉભી નથી થતી અને પત્ની અને બાળકો સ્વાભાવિક નોમિની નિર્ધારિત હોય છે.

ઇન્શ્યોરન્સ પોલિસીનો અધિકાર

MWP act હેઠળ ઇન્શ્યોરન્સ પોલિસી લેવાના કેટલીક ખાસ જોગવાઇ બનાવવામાં આવી છે. આ એક્ટ હેઠળ પતિ તેની પત્ની અને બાળકોના નામે પોલિસી લે છે અને તેના મૃત્યુ પછી પોલિસીના તમામ ફાયદા પત્ની-બાળકોને આપવામાં આવે છે, જેથી અગમ્ય પરિસ્થિતિઓમાં પરિવારોને દેવાનો બોજો ન ઝેલવું પડે. ડેથ બેનેફિટ અને બોનસ વગેરેના રૂપિયાથી પરિવારનો ખર્ચ ચાલી શકે, તેના માટે MWP actમાં આ જોગવાઇ કરવામાં આવી છે.

નોમિનીને નાણાકિય સુરક્ષાને ધ્યાનમાં રાખતા જુદી-જુદી જોગવાઇ બનાવવામાં આવી છે. વર્ષ 2015માં ઇન્શ્યોરન્સના નિયમોમાં ફેરફાર કરી 'બેનિફિશયલ નોમિની'નો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેમા પોલિસી હોલ્ડર નોમિની તરીકે પત્ની (અથવા પકિ), માતા-પિતા અને બાળકનું નામ નોંધાવી શકે છે. આ નામોના આધારે ઇન્શ્યોરન્સનો લાભ આપવામાં આવે છે. તેના હેઠળ પોલિસી હોલ્ડર ઇચ્છે તો એક કરતા વધારે લોકોને નોમિની બનાવી શકે છે અને ઇચ્છે તો બધા માટે પહેલાથી શેર નક્કી કરી શકે છે.

ડેથ બેનેફિટ પર કોનો અધિકાર

એક્ટ મુજબ જો પતિ તેની પત્ની અને બાળકોને ડેથ બેનેફિટ માટે નોમિની નક્કી કરે છે, તો બાદમાં તેના પર કોઈ નથી કરી શકતો. અહીં સુધી કે માતા-પિતા અથવા પરિવારના અન્ય સભ્યોનો પણ કોઈ અધિકાર નથી રહેતો. પતિને એક અધિકાર એ મળે છે કે પોલિસી દરમિયાન તે ઇચ્છે તો નોમિનીનું નામ બદલી શકે છે. સૌથી છેલ્લે જે નોમિનાના નામમાં સુધાર કરવામાં આવ્યો છે, તેને જ બેનેફિટ અથવા બોનસનો લાભ મળે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags