TV9 ગુજરાતી

412k Followers

AHMEDABAD : શાળામાં શિક્ષકોની 8 કલાક હાજરી અંગે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

05 Sep 2021.4:21 PM

AHMEDABAD : રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની 8 કલાક હાજરી અંગે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે નિવેદન આપ્યું છે. શિક્ષણપ્રધાને કહ્યું કે અન્ય સરકારી કર્મચારીઓની જેમ જ શિક્ષકોએ પણ 8 કલાક કામ કરવું જોઈએ. રાજ્યના વિવિધ વિભાગોના સરકારી કર્મચારીઓ 8 કલાક કામ કરે છે. શિક્ષણ સુધારણા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શાળામાં શિક્ષકોની મહત્તમ હાજરી હોવી જરૂરી છે.

આ સાથે જ તેમણે કહ્યું કે શિક્ષકોએ ફરજના ભાગરૂપે પણ 8 કલાક કામ કરવું જોઈએ. સરકારના બધા વિભાગો 8 કલાક કામ કરે જ છે અને શિક્ષણ વિભાગમાં પણ આ પ્રકારનો GR થયેલો જ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સરકારે વિવિધ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણઅધિકારી દ્વારા શાળાઓમાં 6 ને બદલે 8 કલાક હાજર રહેવાનો આદેશ કર્યો છે. અને આ આદેશ પાછળ રાઈટ ટુ એજ્યુકેશન 2009 ની જોગવાઈનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. સરકારના આ આદેશ ને પગલે હવે શિક્ષકોએ સોમવારથી શુક્રવાર 8 કલાક અને શનિવારે 5 કલાક એમ અઠવાડિયાના કુલ 45 કલાક શાળામાં હાજર રહેવા કહ્યું છે.

હવે ધોરણ 6થી 8માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થતાં પ્રાથમિક શાળાનો સમય રાબેતા મુજબ કરવા આદેશ કરવામાં આવ્યો છે. સરકારના પરિપત્ર મૂજબ શાળાનો સમય સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધીનો કરાયો શિક્ષકોએ સોમવારથી શુક્રવાર 8 કલાક શાળામાં હાજરી આપવી પડશે અને શનિવારે 7 થી 12 પાંચ કલાક હાજરી આપવી પડશે.

Teacher's Day : શિક્ષણ સાથે શાકભાજી પકવવાની તાલીમ અને પોષણયુક્ત આહારની સમજ આપતા અનોખા શિક્ષક

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Tv9 Gujarati

#Hashtags