VTV News

1.2M Followers

આનંદો / 75થી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે ખુશખબર, ઈન્કમ ટેક્સ વિભાગે કરી મોટી જાહેરાત

05 Sep 2021.7:54 PM

  • ઈન્કમટેક્સ વિભાગે કરી મોટી જાહેરાત
  • 75થી વધુની ઉંમરના વ્યક્તિઓએને ટેક્સમાંથી આપી રાહત
  • બેંકમાં ફોર્મ ભરીને જમા કરવાવું પડશે

આયકર વિભાગ દ્વારા 75 વર્ષથી વધુંની ઉંમરના વ્યક્તિઓ ને મોટી રાહત આપવામાં આવી છે. નાણાકિય વર્ષ 2021-22માં 75થી વધું ઉંમરના લોકોએ આયકર રિર્ટન હવે નબી ભરવું પડે.

આ મામલે તેમને એક ફોર્મ ભરવું પડશે જે ફોર્મ તેમણે બેંકમાં જમા કરાવવું પડશે.

બજેટ જાહેર કરતી વખતે પ્રસ્તાવ મુકાયો હતો

નાણાકિય વર્ષ 2021-22નું જ્યારે બજેટ જાહેર કરવામાં આવ્યું ત્યારે 75થી વધુ ઉમંરના વડીલોને આઈટી રિટર્ન માંથી છૂટકારો આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેના પર હવે પુરો અમલ મુકવામાં આવ્યો છે. હવે 75થી વધુની ઉંમરના લોકોએ આ વર્ષે ઈન્કમ ટેક્સ નહી ભરવો પડે.

બેંકમાં ફોર્મ જમા કરાવવું પડશે

કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડ દ્નારા ખાસ કરીને વરિષ્ઠ નાગરીકો માટે આ નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. સાથેજ તેમના માટે જાહેરાત ફોર્મ પર બહાર પાડવામાં આવ્યા છે. ફોર્મ તેમણે બેંકમાં જમા કરાવવું પડશે. જે પેન્શન અને વ્ચાજની રકમ પર ટેક્સ કાપીને સરકારને જમા કરાવશે. આવકવેરો ભરવાની મુક્તિ તે કેસોમાં ઉપલબ્ધ રહેશે જ્યાં વ્યાજ આવક પેન્શનમાં જમા કરાયેલ હોય તે જ બેંકમાંથી પ્રાપ્ત થાય છે.

નિર્ધારિત રકમ મુજબ કર ભરવો જરૂરી

ઉલ્લેખનીય છે કે આયકર વિભાગના નિયમ પ્રમાણે નિર્ધારિત કરેલી ઉંમરના દરેક વ્યક્તિઓએ રિર્ટન ભરવું પડે છે. પરંતુ 60 વર્ષથી વધું અને 80 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓ માટે નિયમો નિયમો અલગ રાખવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે જે લોકો કર નથી ભરતા તેમને પછી દંડ ભરવો પડે છે. જેમા તેને મૂળ કરતા વધારે પ્રમાણની રકમમાં દંડ ભરવો પડે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags