GSTV

1.3M Followers

સરકાર આપી રહી છે 2 લાખનો મફત અકસ્માત વીમો, આજે જ કરો ઈ-શ્રમ પોર્ટલમાં નોંધણી અને તુરંત મેળવો લાભ

19 Sep 2021.8:25 PM

Last Updated on September 19, 2021 by Zainul Ansari

મોદી સરકાર દ્વારા હાલ થોડા સમય પહેલા જ અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ હતુ. ફક્ત ચાર અઠવાડિયામાં જ 1 કરોડથી વધુ અસંગઠિત કર્મચારીઓએ આ પોર્ટલ પર નોંધણી કરાવી છે. તમને જો ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આ પોર્ટલ પર નોંધણી કરનાર વ્યક્તિને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મફતમાં મળશે.

આ આકસ્મિક વીમાનો લાભ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ ઉપલબ્ધ છે.

ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવા પર શ્રમ મંત્રાલય દ્વારા પહેલા વર્ષ માટેનુ આકસ્મિક વીમાનું પ્રિમિયમ જમા કરવામાં આવશે. આ વીમા યોજના એક સરકારી એક્સિડેન્ટલ પોલિસી છે. આ સ્કીમ અંતર્ગત જે વ્યક્તિએ પણ આ વીમા યોજનામાં નોંધણી કરાવી છે તેમને આકસ્મિક મૃત્યુ અને અકસ્માતમાં જો કોઈપણ ઇજા થાય તો યોગ્ય વળતર આપવામાં આવે છે .આ યોજના દર વર્ષે રિન્યુ કરવામાં આવે છે.

આ યોજનામાં ત્રણ પ્રકારના લાભો ઉપલબ્ધ છે. પહેલો લાભ આકસ્મિક મૃત્યુ સાથે સંબંધિત છે. જો વીમાધારકનું મૃત્યુ થાય તો નોમિનીને 2 લાખ રૂપિયા મળશે. આ સિવાય જો કોઈ વ્યક્તિ અકસ્માતમાં તેના બંને હાથ, પગ કે આંખો ગુમાવે છે તો પણ તેને 2 લાખનો લાભ મળશે. જો તે એક આંખની દૃષ્ટિ ગુમાવે અથવા એક પગ કે હાથમાં અપંગ હોય તો તેને 1 લાખનો લાભ મળશે.

વાર્ષિક પ્રીમિયમ રહેશે 12 રૂપિયા :

આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે. આ સ્કીમ દર વર્ષે ઓટો રિન્યુ થાય છે માટે તેને યોગ્ય સમયના અંતરે રીન્યુ કરાવવી પડે છે. આ યોજના માટે લઘુતમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 70 વર્ષ છે.જો કોઈની પાસે એક કરતા વધુ બેંક ખાતા છે, તો તે કોઈપણ એક બેંકના એક ખાતામાંથી આ યોજનાનો લાભ લઈ શકે છે.

આખા દેશમાં 38 કરોડ કર્મચારીઓ કરે છે કામ :

જુદા-જુદા સરકારી ડેટા પ્રમાણે આખા દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં લગભગ 38 કરોડ જેટલા કર્મચારીઓ કામ કરે છે. સરકારનો ઉદ્દેશ તમામ મજૂરોને આ મંચ સાથે જોડવાનો છે. સરકાર આ મજૂરોનો ડેટાબેઝ પોતાની પાસે સાચવીને રાખવા માંગે છે.આ પોર્ટલ પર નોંધણી સંપૂર્ણપણે મફત રાખવામાં આવી છે.તેની નોંધણી કોઈપણ સામાન્ય સેવા કેન્દ્ર પર કરી શકાય છે.આ સિવાય રાજ્ય સરકારની પ્રાદેશિક કચેરીમાં પણ નોંધણી કરાવી શકાય છે.

કોઈપણ વ્યક્તિ કરાવી શકેછે રજીસ્ટ્રેશન :

આ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની વાત કરીએ તો અસંગઠિત ક્ષેત્રનો કોઈપણ કર્મચારી નોંધણી કરાવી શકે છે. આવકના આધારે કોઈપણ માપદંડ નક્કી કરવામાં આવ્યા નથી. જો કે, રજિસ્ટર્ડ કર્મચારી આવકવેરો ચૂકવનાર ન હોવો જોઈએ.

આ વેબસાઈટ પર જઈને કરો નોંધણી :

જો કોઈ આ પોર્ટલ પર નોંધણી કરવા ઈચ્છે તો eshram.gov.in. પર લોગીન કરો. અહીં બેંક ખાતાની વિગતો સહિતની તમામ માહિતી શેર કરવામાં આવે છે. આ નોંધણી કરાવીને કર્મચારીઓનો ડેટાબેઝ સાચવવા પાછળ સરકારનો હેતુ ફક્ત એટલો જ છે કે, આવનાર સમયમા કોઈપણ યોજનાનો ડાયરેક્ટ બેનિફિટ આ લોકોને ટ્રાંસફર કરી શકે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags