News18 ગુજરાતી

979k Followers

Flipkart Big Billion Days Sale: મોટા ડિસ્કાઉન્ટ સાથે તહેવારોમાં આ પાંચ સ્માર્ટફોન ખરીદો

01 Oct 2021.11:00 PM

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ (Flipkart Big Billion Days sale) આગામી 3 ઓક્ટોબરથી શરૂ થશે. આ સેલ દરમિયાન શોપિંગ પર મસમોટું ડિસ્કાઉન્ટ (big Discount on online shopping) આપવામાં આવશે. દિવાળીના તહેવારો માટે ખરીદી કરવાની આ ઉત્તમ તક છે. ખાસ કરીને સ્માર્ટફોન (smartphone) ખરીદવા ઇચ્છતા લોકો માટે ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ મહત્વનો બની જશે. આ સેલમાં ગૂગલ (Google), સેમસંગ (samsung) અને રિયલમી (realme) સહિતની કંપનીના સ્માર્ટફોન (smartphone) પર ભારે છૂટ આપવામાં આવશે. ત્યારે અહીં એવા પાંચ સ્માર્ટફોન અંગે જાણકારી આપવામાં આવી છે, જેમાં બહોળા ડિસ્કાઉન્ટનો લાભ લોકો લઈ શકે છે.

ગૂગલ પિક્સલ 4એ (Google Pixel 4a)
ગૂગલ પિક્સલ 4A હવે ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલમાં મસમોટા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. ગૂગલ પિક્સલ 4A ગયા વર્ષે ભારતમાં મિડ-રેન્જ સ્પેસિફિકેશન્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. તેમાં અદ્ભુત કેમેરા આપવામાં આવ્યા છે. પિક્સલ 4A 25,999 રૂપિયાની ડિસ્કાઉન્ટ કિંમતે ખરીદવા માટે ઉપલબ્ધ છે. આ ફોનની વાસ્તવિક કિંમત 31,999 રૂપિયા છે. જોકે, હવે તેમાં 6,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ શામેલ છે.

ગૂગલ પિક્સલ 4A સ્માર્ટફોન 5.81 ઇંચની ફુલ એચડી પ્લસ OLED ડિસ્પ્લે સાથે આવે છે અને તેમાં 1080 x 2340 પિક્સલનું રિઝોલ્યુશન છે. આ ફોનમાં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 730જી Soc મળે છે.

રિયલમી એક્સ7 પ્રો (Realme X7 Pro)
રિયલમીનું આ મોડેલ ઘણા અંશે સફળ રહ્યું છે. હવે તે ફ્લિપકાર્ટના સેલ દરમિયાન રૂ.27,999માં મળી શકે છે. તેમાં રૂ.5000નું ડિસ્કાઉન્ટ ઓફર થયું છે. આ ફોનમાં 6.5 ઇંચની ફૂલ HD પ્લસ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવે છે. આ સાથે 120Hzનો રિફ્રેશ રેટ પણ મળશે. આ ફોનના મીડિયાટ્રેક ડાયમેનસીટી 1000+ની તાકાત મળે છે.

રિયલમી એક્સ7 પ્રોમાં પ્રાઇમરી કેમેરો 64MPનો છે. આ સાથે 2MP રેટ્રો પોટ્રેટ લેન્સ અને 2MP મેક્રો લેન્સ પણ મળે છે. ફોનમાં સેલ્ફી માટે 32MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. તેમજ 4500 mAhની બેટરી સાથે 65Wનું અલ્ટ્રા-ફાસ્ટ ફ્લેશ ચાર્જર મળે છે.

પોકો એક્સ3 પ્રો (Poco X3 Pro)
પોકોના એક્સ3 પ્રોમાં પણ ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમાં સ્નેપડ્રેગન 860 ચિપસેટ, 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે, 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. આ ફોન રૂ. 16,999ની કિંમતે વેચાશે. 8GB રેમ અને 128GB સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમત ₹18,999 હશે.

સેમસંગ ગેલેક્સી એફ62 (Samsung Galaxy F62)
સેમસંગ ગેલેક્સી એફ62માં 6.7 ઇંચની S-AMOLED ડિસ્પ્લે મળે છે. જેમાં 1080 x 2400 પિક્સલનું રિઝોલ્યુશન છે. ઉપરાંત ફોનમાં એક્સીનોસ 9825 પ્રોસેસર અપાય છે અને તે લેટેસ્ટ એન્ડ્રોઇડ 11 આધારિત OneUI 3.1 ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે. તેમાં 64MP પ્રાઇમરી સેન્સર, 12MP અલ્ટ્રા-વાઇડ સેન્સર, 5MP મેક્રો લેન્સ અને 5MP ડેપ્થ સેન્સર મળે છે. આ સાથે ફોનના આગળના ભાગમાં 32MP સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન પર રૂ.12,000નું ડિસ્કાઉન્ટ મળશે. તેની કિંમત રૂ.17,999 જેટલી રહેશે.

મોટો જી60 (Moto G60
મોટોરોલાના જી60માં રૂ. 6000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ફોન રૂ.15000માં વેચાશે. આ બજેટ ફોનમાં માધ્યમ કિંમતે સારા સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે. મોટો જી60માં 120Hzના રિફ્રેશ રેટ સાથે 6.8 ઇંચની FHD+ ડિસ્પ્લે અપાઈ છે. ફોનમાં 108MP પ્રાઇમરી સેન્સર સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. જ્યારે સેકન્ડરી કેમેરામાં 8MP અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ, 2MP ડેપ્થ સેન્સર અપાયું છે. સેલ્ફી માટે ફોનમાં 32MPનો કેમેરો છે.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: News18 Gujarati

#Hashtags