Khabarchhe

562k Followers

IAS ઈન્ટરવ્યૂમાં સાડીના પાલવને લઈને પૂછ્યો સવાલ, આ જવાબ આપીને અપાલા બની ટોપર

01 Oct 2021.10:31 PM

તમે અવારનવાર UPSC IAS પરીક્ષાના ફાયનલ રાઉન્ડ એટલે કે ઈન્ટરવ્યૂના સવાલો વિશે તો સાંભળ્યું જ હશે. આ સવાલોના ઈન્ટેલિજન્ટ જવાબ આપીને જ ઉમેદવારોને સફળતા મળે છે. આ પરીક્ષામાં નવમો રેન્ક મેળવનારી ગાઝિયાબાદની ડૉ. અપાલા મિશ્રાને પણ કંઈક એવા જ સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબોએ તેમને સારો રેન્ક અપાવ્યો. તેમાથી એક સવાલ તેમની સાડીની બોર્ડર પર પણ પૂછવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, તેમને જે સવાલો કરવામાં આવ્યા, તેના જવાબો પણ જાણો. ડૉ. અપાલાએ દાવો કર્યો છે કે, તેમણે ઈન્ટરવ્યૂ રાઉન્ડમાં અત્યારસુધીમાં સૌથી વધુ અંક મેળવ્યા છે. અપાલાએ જણાવ્યું કે, તેમણે ઈન્ટરવ્યૂ રાઉન્ડમાં 215 અંક મેળવ્યા અને તેમનો દાવો છે કે, તેમણે નવો રેકોર્ડ બનાવી દીધો.

ડૉ. અપાલાએ જણાવ્યું કે, 40 મિનિટના ઈન્ટરવ્યૂ રાઉન્ડમાં તેમને વિવિધ પ્રકારના સવાલ પૂછવામાં આવ્યા. અપાલાએ જણાવ્યું કે, ઈન્ટરવ્યૂ રાઉન્ડ સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે કારણ કે તેમા પ્રેઝન્ટેશનની સાથોસાથ તમારી પર્સનાલિટી સ્કિલ્સને પણ જોવામાં આવે છે. આ દરમિયાન તમારી દરેક નાની હરકતો પર બારીકાઈથી નજર રાખવામાં આવે છે અને તે પ્રમાણે જ તમારું નંબરિંગ કરવામાં આવે છે. આથી, જરૂરી છે કે, તમે કોઈપણ વાતને લઈને જરા પણ ગભરાશો નહીં અને પોતાની તૈયારી પર સંપૂર્ણ વિશ્વાસ રાખો.

સવાલ નં 1: તમારા નામનો મતલબ શું છે અને તેનું મહત્ત્વ શું છે?

જવાબઃ અપાલા નામ ઋગ્વેદ યુગની મહિલા ઋષિનું હતું. આ નામ મારી મમ્મીએ રાખ્યું છે, કારણ કે તેઓ હિન્દીના પ્રોફેસર છે આથી તેમને સાહિત્ય સાથે વધુ પ્રેમ છે અને અપાલાનો શાબ્દિક અર્થ જોવા જઈએ તો તેના અર્થ થાય છે સુંદર.

સવાલ નંબર 2: અપાલાના પિતા અને બંને ભાઈ આર્મી સાથે સંબંધ ધરાવે છે, આથી તેમને પૂછવામાં આવ્યું કે, આર્મીમાં કયા પ્રકારના ચેલેન્જિસ હોય છે અને સાથોસાથ તેના સકારાત્મક પાસાઓ કયા છે?

જવાબઃ ડિફેન્સમાં ઘણા પ્રકારના ચેલેન્જિસ હોય છે, પરંતુ હવે સમયની સાથે તે ચેલેન્જિસ પણ ઈમ્પ્રૂવ થઈ રહ્યા છે. સૌથી મોટી ચેલેન્જ તેમા મહિલાઓ માટે હતી, પરંતુ હવે મહિલાઓને પણ તેમા તક મળી રહી છે. ડિફેન્સના ક્ષેત્રમાં ભારત ખૂબ જ આગળ વધી રહ્યું છે. આ સાથે જ આ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના તર્જ પર કામ કરવામાં આવી રહ્યું છે, જેને કારણે વધુમાં વધુ હથિયાર અને અન્ય ઉપકરણ ભારતમાં જ બની રહ્યા છે.

સવાલ 3: ભારતમાં અલગ-અલગ ભાષાઓ છે, તેને કઈ રીતે જુઓ છો?

જવાબઃ ભારતમાં ઘણા પ્રકારની ભાષાઓ બોલવામાં આવે છે. તે પોતાનામાં ભારતની એક વિશેષતા છે. તે ભારતમાં અનેકતામાં એકતાને દર્શાવે છે.

સવાલ નંબર 4: તમે સાડી કયા પ્રકારની પહેરી છે અને તે સાડી પર બનેલી બોર્ડર શું દર્શાવે છે.

જવાબઃ આ સાડીની બોર્ડર પર વર્લી પેઈન્ટિંગ કરવામાં આવ્યું છે. તે મહારાષ્ટ્રના સહ્યાદ્રીથી આવે છે. બોર્ડર પર કરવામાં આવેલું આર્ટ વર્ક સામાન્ય જનજીવન દર્શાવે છે.

સવાલ નંબર 5: કોઈપણ પ્રકારની કોઈપણ કવિતા સંભળાવો.

જવાબઃ આ કવિતા પોતાના ભાઈ માટે લખી કારણ કે ભાઈ અભિલેખ મેજર છે અને તેમના માટે જ આ કવિતા સમર્પિત છે.

આ કવિતાની બે પંક્તિઓ..

When I think of u, I think of my country too.

When I salute u, I salute my country too.

સવાલ નંબર 6: સ્ટ્રગલને કઈ રીતે જુઓ છો?

જવાબઃ સ્ટ્રગલને ક્યારેય સ્ટ્રગલ કે મુશ્કેલ સમય તરીકે ના જોવી જોઈએ, તેના બદલે સ્ટ્રગલ દ્વારા જે બોધપાઠ મળે છે, તેને ધ્યાનમાં રાખીને આગળ વધવુ જોઈએ.

UPSC પરીક્ષામાં ડૉક્ટર અપાલા મિશ્રાએ દેશભરમાં નવમું સ્થાન મેળવ્યું. અપાલાની સફળતા એટલે માટે ખાસ છે, કારણ કે ડૉ. અપાલા ત્રીજા પ્રયાસમાં UPSCની પરીક્ષામાં સફળતા મેળવી શક્યા. જોકે, તેમનો પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો. બીજીવારમાં પણ UPSC ક્લીયર ના કરી શકાયું. તેમ છતા તેઓ હિંમત ના હાર્યા અને ઓક્ટોબર 2020માં ત્રીજીવાર પરીક્ષા આપી અને 9મો રેન્ક હાંસલ કર્યો. તેમની સફળતા બાદ પરિવારમાં ઉત્સવનો માહોલ છે. અપાલા વિદેશમાં સારી નીતિ બનાવીને દેશ સેવા કરવા માગે છે. તેમનું માનવુ છે કે, આવુ કરવાથી સારો અને મોટો બદલાવ લાવી શકાશે. શરૂઆતી દોરમાં તેમણે બીડીએસનો અભ્યાસ કર્યો, પરંતુ બાદમાં વિચાર આવ્યો કે વૈશ્વિક સ્તર પર દેશ સેવા કરવા માટે સિવિલ સર્વિસની તૈયારી કરવી જોઈએ. અપાલાના પિતા અમિતાભ મિશ્રા આર્મીમાં કર્નલ અને મોટાભાઈ અભિલેખ મેજર છે. માતા અલ્પના મિશ્રા દિલ્હી યુનિવર્સિટીમાં હિન્દી ફેકલ્ટીમાં પ્રોફેસર છે. ડૉ. અપાલા મિશ્રાએ 10 ધોરણ સુધીનો અભ્યાસ દેહરાદૂન અને 11 તેમજ 12માં ધોરણનો અભ્યાસ દિલ્હીમાં કર્યો છે.

અપાલાની માતા અલ્પના જણાવે છે કે, તેમણે 1 વર્ષ પહેલા જ અપાલાના રૂમમાં આઈ વિલ બી અંડર 50 લખેલું પોસ્ટર બનાવીને લગાવી દીધુ હતું. જેથી અપાલા પોતાના લક્ષ્‍યની વધુ નજીક પહોંચી શકે. અપાલા દરરોજ 8થી 10 કલાકનો અભ્યાસ કર્યા બાદ રોજ 30થી 40 મિનિટ પોતાના પિતા સાથે ટેબલ ટેનિસ રમતી હતા, જેથી મગજ પર અભ્યાસનું પ્રેશર ઓછું થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Khabarchhe Gujarati

#Hashtags