VTV News

1.2M Followers

મોટો નિર્ણય / કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખબર, સરકારે બદલી નાખ્યો આ મહત્વનો નિયમ, નવી જોગવાઈ જાણવી જરુરી

02 Oct 2021.5:10 PM

  • ચાલુ ડ્યુટીએ કર્મચારીના મોત સંબંધિત નિયમમાં મોટો ફેરફાર
  • ચાલુ ડ્યુટીએ કર્મચારીના મોતના મામલે ફક્ત નોમિનીને મળશે વળતર
  • નોમિની નહીં હોય તો પરિવારના દરેક સભ્યને સરખા ભાગે વહેંચાશે રકમ
  • અત્યાર સુધી નોમિની બનાવવાની જરુર નહોતી

કેન્દ્ર સરકારના નવા નિયમ અનુસાર, ફરજ દરમિયાન થયેલા મોતના મામલે કર્મચારીને મળનાર વળતરની ચૂકવણી પરિવારના એ સભ્યને મળશે કે જેને નોમિની બનાવવામાં આવ્યો હોય.

અર્થાત જે નોમિની છે તેને જ બાકીની રકમ મળશે. અત્યાર સુધી તો નોમિની બનાવવાની જરુર નહોતી.

નોમિની ન હોય તો શું થશે

જો કેન્દ્રીય કર્મચારીએ કોઈ નોમિની ન બનાવ્યો હોય તો વળતરની રકમ પરિવારના તમામ સભ્યોની વચ્ચે સરખા ભાગે વહેંચી દેવામાં આવશે. જોકે આ વળતરની રકમના કોઈ સભ્ય હકદાર નહીં હોય. ઉલ્લેખનીય છે કે સરકારી કર્મચારીઓ પેન્શન, પીએફ અને ગ્રેજ્યુઈટીમાં નોમિની બનાવે છે.

કેન્દ્ર સરકારે પરિપત્ર બહાર પાડીને આ સંબંધમાં દિશાનિર્દેશ આપ્યાં છે. હવે આ વળતર અંગે પણ કર્મચારી નોમિની બનાવી શકે છે. આના દ્વારા એ નક્કી થઈ જશે કે જો ડ્યુટી પર કર્મચારીનું મોત થશે તો તે પછી વળતરની રકમ પરિવારના કયા સભ્યને આપવામાં આવશે.

બહારના કોઈને નોમિની નહીં બનાવી શકાય

પરિપત્રમાં એવું પણ કહેવાયું છે કે આ કેસમા ફક્ત પરિવારના સભ્યને જ નોમિની બનાવવામાં આવશે. વળતરની રકમ માટે બહારના કોઈ નોમિની માન્ય નહીં રહે. તેની સાથે સરકારે વળતરના સંબંધમાં નામાંકનને સામેલ કરવા માટે સીસીએસ (પેન્શન) નિયમ 1972 ની સાથે સંલગ્ન ફોર્મના ફોર્મેટમાં પણ સુધારો કર્યો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags