GSTV

1.3M Followers

PM Kisan Scheme / નહિ અટકે ક્યારેય પણ તમારા હપ્તા , આજે જ જાણી લો યોજના સાથે જોડાયેલી આ જરૂરી બાબતો

04 Oct 2021.9:04 PM

Last Updated on October 4, 2021 by Zainul Ansari

જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ યોજના ખાસ તમારા માટે જ છે. જો તમે પણ આ યોજના અંતર્ગત મળતા હપ્તાની રાહ જોઈ રહ્યા હોવ તો ખાસ આ ખબર વાંચજો. તમે આ યોજના અંતર્ગત મળતી સેવાઓ અને લાભો વિશે યોગ્ય રીતે માહિતગાર રહેજો નહીંતર એવું શક્ય બની શકે કે, આવનાર સમયમા તમને મળતા આ લાભ બંધ થઇ શકે છે.

તમારા ખાતામાં આ યોજના અંતર્ગત કેટલા હપ્તા જમા થઇ ચુક્યા છે. હાલ વર્તમાન સમયમા આ યોજના સાથેનું તમારું સ્ટેટસ એક્ટિવ છે કે નહિ? આ બધા જ પ્રશ્નોના જવાબ આજે આ લેખમાં અમે તમને જણાવીશું. નીચે જણાવવામાં આવેલા આ સરળ સ્ટેપ્સથી તમને ઉપરોક્ત તમામ પ્રશ્નોના યોગ્ય જવાબો મળી શકે છે.

આ રીતે ચેક કરો તમે તમારું ખાતું :

સૌથી પહેલા તો તમે તમારા કમ્પ્યુટર પર જઈને પીએમ કિસાની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ ઓપન કરો. ત્યારબાદ તમને આ વેબસાઇટની જમણી સાઈડ પર 'Farmers Corner' વિકલ્પ જોવા મળશે. ત્યારબાદ તેમાં આપેલા 'Beneficiary Status' ના વિકલ્પ પર ક્લિક કરો. આ વિકલ્પ ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે. આ નવું પેજ ખુલે એટલે તમે આધાર નંબર, બેક ખાતા નંબર કે મોબાઈલ નંબર આ વિકલ્પોમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરો.

આ ત્રણમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરીને તમે તપાસ કરી શકો છો કે તમારા ખાતામા પૈસા આવ્યા કે નથી આવ્યા. તમે ઉપરોક્ત ત્રણમાંથી જે કોઈપણ વિકલ્પ પસંદ કરો છો તેની સંપૂર્ણ માહિતી ભરો અને ત્યારબાદ 'Get Data' વિકલ્પ પર ક્લિક કરો. અહીં ક્લિક કર્યા પછી તમારી સામે બધા જ ટ્રાન્ઝેક્શનની માહિતી સામે આવશે. આનો અર્થ એવો થયો કે, આ યોજના અંતર્ગત કયો હપ્તો ક્યારે બેન્ક ખાતામાં જમા થયો તેના વિશે માહિતી મેળવી શકાય છે.

આ સિવાય આવનાર સમયમા મળતા હપ્તાની માહિતી પણ તમને મળી રહેશે. જો તમને 'FTO is generated and Payment confirmation is pending' લખેલું જોવા મળે તો તેનો અર્થ એવો થાય છે કે, ફંડ ટ્રાંસફરની પ્રક્રિયા શરુ થઇ ચુકી છે. આ હપ્તો આવનાર સમયમાં જ તમારા ખાતામાં જમા થઇ શકે છે.

કેમ આવે છે હપ્તો ટ્રાંસફર થવામાં સમસ્યા ?

જો કોઈપણ કિસાનના ખાત્મા એપ્રિલ-જુલાઈનો 2 હજાર રૂપિયાનો ઇન્સ્ટોલમેન્ટ જમા નથી થયો તો તેની પાછળ ડોક્યુમેન્ટની કમી હોય શકે છે. જેમકે, એવું બની શકે કે, તમારો આધાર નંબર અથવા તો તમારો બેન્ક એકાઉન્ટ નંબર ખોટો નખાયો હોય શકે. જો આ પ્રકારની કોઈ સમસ્યા હોય તો ઇન્સ્ટોલમેન્ટ ટ્રાન્સફર થવામાં સમસ્યા આવી શકે. માટે તુરંત જ આ ભૂલને સુધારીને આ યોજનાનો લાભ મેળવો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags