VTV News

1.2M Followers

કેબિનેટ બેઠક / રેલવે કર્મચારીઓની દિવાળી સુધરી, મોદી કેબિનેટમાં જાહેર થયું બોનસ, જાણો ખાતામાં કેટલા આવશે પૈસા

06 Oct 2021.4:03 PM

  • રેલવે કર્મચારીઓની દિવાળી સુધરી
  • મોદી કેબિનેટમાં જાહેર થયું બોનસ
  • 78 દિવસનું દિવાળી બોનસ મળશે રેલવે કર્મચારીઓને
  • 11.56 લાખ કર્મચારીઓને લાભ

રેલવે કર્મચારીઓને એક મોટી ખુશખબર આપતા મોદી સરકારે તેમને માટે 78 દિવસના દિવાળી બોનસની જાહેરાત કરી છે.

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ આ નિર્ણય જાહેર કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે નાણાકીય વર્ષ 20-21 માટે તમામ પાત્ર નોન ગેઝેટેડ રેલવે કર્મચારીઓ (RPF/RPS કર્મચારીઓને બાદ કરતા)ને 78 દિવનસની પ્રોડક્ટવીટી લિંક્ડ બોનસ અપાશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયનો લાભ 11.56 લાખ નોન ગેઝેટેડ રેલવે કર્મચારીઓને મળશે.

કેટલું બોનસ મળી શકે
દશેરા પહેલા રેલવે કર્મચારીઓને બોનસ ચૂકવવામાં આવશે. આ વખતે રેલવે કર્મચારીઓને 18,000 રૂપિયાનું બોનસ મળી શકે છે. મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે બોનસ સામાન્ય રીતે ૭૨ દિવસનું હોય છે. પરંતુ સરકાર 78 દિવસનું બોનસ આપી રહી છે. તમને જણાવી દઈએ કે આનો લાભ 11.56 લાખ કર્મચારીઓને મળશે. તેમણે કહ્યું કે કુલ ખર્ચ ૧૯૮૫ કરોડ રૂપિયા હશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags