GSTV

1.3M Followers

ગોખણપટ્ટી માંથી મુક્તિ / વર્ષમાં 2 વખત થશે બોર્ડની પરીક્ષા અને બાળકોના જ્ઞાનનું મૂલ્યાંકન, કેન્દ્રીય શિક્ષણ વિભાગે શરૂ કરી તૈયારીઓ

11 Oct 2021.12:09 PM

Last Updated on October 11, 2021 by Pritesh Mehta

વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના તણાવ માંથી હવે મુક્તિ મળશે. તેની શરૂઆત થઇ ગઈ છે. પરંતુ, આવનાર દિવસોમાં વધુ પરિવર્તનો જોવા મળી શકે છે. હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કોઈ એક પરીક્ષાના આધારે નહીં થાય. પરંતુ, તેમનું પરિણામ તેમના આખા વર્ષના અભ્યાસના આધારે તૈયાર કરવામાં આવશે.

તેમાં જે મહત્વના ફેરફાર સૂચવવામાં આવ્યા છે તેમાં પરીક્ષાનું એક એવું માળખું વિકસાવવામાં આવી રહ્યું છે જેમાં સમગ્ર કોર્સની પરીક્ષા જુદા જુદા ભાગમાં લેવામાં આવશે. સવાલો પણ વિચારો આધારિત હશે. એટલે રટ્ટો મારવાના દિવસો હવે નહિ રહે.

પરીક્ષામાં પરિવર્તનનું મહાઅભિયાન

બોર્ડ પરીક્ષાઓની સાથે અન્ય ધોરણોએ લઈને પણ શરૂ થઇ ગઈ છે, યુનિવર્સીટી સહીત મેડિકલ અને એન્જીનીયરીંગમાં પ્રવેશને લઈને થતી પ્રવેશ પરીક્ષાઓને લઈને જે રીતે તણાવપૂર્ણ માહોલ અને પ્રતિસ્પર્ધા વધી છે તે જોતા શિક્ષણ મંત્રાલય પરીક્ષાઓમાં ટૂંક સમયમાં ફેરફાર કરવા માંગે છે. આમ પણ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પરીક્ષા સુધારાને લઈને ઘણી ભલામણો કરવામાં આવી છે.

વિચાર આધારિત હશે સવાલો

કહેવામાં આવ્યું છે કે પરીક્ષામાં એ રીતે ફેરફાર થવો જોઈએ જેથી કોચિંગ અને રટ્ટો મારીને આગળ આવનારને બદલે એવા વિદ્યાર્થીઓ આગળ આવી શકે જે ખરેખર શ્રેષ્ઠ છે. તેની સાથે જ બોર્ડ પરીક્ષાઓને પણ કંઈક એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે જેમાં વર્ગમા નિયમિત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સરળતાથી પાસ કરી શકશે. આ સમગ્ર પ્રક્રિયામાં પરીક્ષાને કોર્સના નાના નાના ભાગમાં આયોજિત કરવાની તૈયારી છે.

સીબીએસઈથી થશે શરૂઆત, રાજ્ય શિક્ષણ બોર્ડ પણ સંપર્કમાં

કેન્દ્રીય શિક્ષણ વિભાગે આ પહેલ પર સીબીએસઈને 2021-22માં યોજાનાર બોર્ડ પરીક્ષાઓમાં પ્રાથમિક અમલ કરવાની યોજના બનાવી છે. તેમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. અડધા કોર્સની એક પરીક્ષા અને બાકીના અડધા કોર્સની બીજી પરીક્ષા. બાદમાં પરિણામ બંને પરીક્ષાઓને સાથે તૈયાર કરવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા મુજબ આ પહેલથી સમગ્ર કોર્સની એક સાથે થનાર પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં થતા તણાવમાં ઘટાડો થશે. જોકે, આ પ્રયાસ પણ ત્યારે જ સફળ થશે જયારે પરિવર્તનની આ પહેલ સીબીએસઈની સાથે સાથે રાજ્યોના શિક્ષણ બોર્ડ પણ નિયત સમયમાં અપનાવી લે. હાલતો, શિક્ષણ વિભાગ આ મામલે રાજ્યોના સંપર્કમાં છે.

વિદ્યાર્થીઓને ઘોખણપટ્ટી માંથી બહાર કાઢવાની તૈયારી

શિક્ષણ વિભાનની આ પહેલ માત્ર બોર્ડની પરીક્ષાઓ સુધી જ સીમિત નથી રહે. આ પહેલ અન્ય ધોરણોનો પરીક્ષાઓની રીતોમાં પણ ફેરફાર કરવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે. જેમાં, વિદ્યાર્થીઓના ચેપ્ટર પૂર્ણ થતાની સાથે જ એક ટેસ્ટ લેવામાં આવશે. જે સંપૂર્ણપણે જ્ઞાન આધારિત અને જ્ઞાનને પારખવા માટે જ હશે. તેના આધારે જ પરીક્ષાનું અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવશે. તેના માટે સીબીએસઈએ પોતાની સ્કુલોમાં સરળ અને પરખ નામની બે નવી પહેલ પણ શરૂ કરી છે. જે ટૂંક સમયમાં તમામ સ્કુલોમાં લાગુ થઇ જશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags