GSTV

1.4M Followers

જનતા માટે નવા સીએમનો નવો નિર્ણય, કોરોનાને કારણે બંધ કરવામાં આવેલ આ વ્યવસ્થા ફરી શરૂ

20 Sep 2021.7:48 PM

Last Updated on September 20, 2021 by Pritesh Mehta

સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના નાગરિકો, સામાન્ય પ્રજાજનો, મંત્રીઓ, અધિકારીઓને પોતાના કામકાજ માટે સરળતાએ મળી શકે તેવા પ્રજાહિતકારી અભિગમથી નવા સચિવાલય સંકુલ, સ્વર્ણિમ સંકુલ-૧,ર માં પ્રવેશ પાસ મેળવી મુલાકાતી પ્રવેશની પદ્ધતિ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે સામાન્ય પ્રજાવર્ગો-નાગરિકો કોઇપણ હાલાકી વિના સરળતાએ મંત્રીઓ, સરકારી અધિકારીઓને મળી શકે તેવા ઉદાત્ત ભાવથી આ નિર્ણય કરેલો છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે આ અંગેની સૂચનાઓ જારી કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે મંગળવાર તા.ર૧ સપ્ટેમ્બર-ર૦ર૧થી કામકાજના દિવસો દરમ્યાન નવા સચિવાલય સંકુલમાં રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવશે.

સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણના પરિણામે માર્ચ-2020થી નવા સચિવાલય સંકુલમાં મુલાકાતી પ્રવેશ પર મુકવામાં આવેલા આ નિયંત્રણો હવે કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં દૂર કરવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, મંગળવાર તા.ર૧મી સપ્ટેમ્બરથી નવા સચિવાલયના ગેટ નં-૧ અને ગેટ નં-૪ મારફતે મુલાકાતીઓ-નાગરિકોને પ્રવેશ પાસ થકી પ્રવેશ આપવામાં આવશે. એટલું જ નહિ, પ્રવેશ મેળવનારા નાગરિકો-મુલાકાતીઓને માસ્ક/ફેઇસ કવર પહેરવા તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા SOP નું પાલન જાહેર હિતમાં કરવા પણ અપીલ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags