GSTV

1.3M Followers

BIG BREAKING / GPSCની 12 ડિસેમ્બરે યોજાનાર એક્ઝામ થઇ રદ્દ, જાણો હવે ક્યારે યોજાશે પરીક્ષા

22 Sep 2021.9:21 PM

Last Updated on September 22, 2021 by Zainul Ansari

હાલ કોરોનાની તકલીફના કારણે ઘણા લાંબા સમયથી સરકારી પરીક્ષાઓ સ્થગિત રખાઈ હતી પરંતુ, હવે કોરોનાની તકલીફ થોડી હળવી થતા ફરી સરકારી પરીક્ષાઓ આયોજિત કરવામાં આવી રહી છે અને ઉમેદવારો ફરી પરીક્ષાઓની તૈયારીમાં લાગી ચુક્યા છે.

ગઈકાલે જીપીએસી વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષા માટેની તારીખ જાહેર કરવામાં આવી હતી જે 12/12/2021 હતી ત્યારે આજે આ તારીખ બદલાઈ છે. હવે જીપીએસસી વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષા 12/12/2021 ની જગ્યાએ 19/12/2021 ના રોજ લેવાશે જેની ઉમેદવારોએ નોંધ લેવી.

GPSC દ્વારા હાલ નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 01, સહાયક રાજ્ય વેરા કમિશનરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની કુલ 01 એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્ય વેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ થઈને કલાસ 1 અને 2ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ તારીખથી શરૂ થશે અરજી પ્રક્રિયા :

ઈચ્છુક અને પાત્ર ઉમેદવારો તારીખ 28 સપ્ટેમ્બર, 2021થી 13 ઓક્ટોબર, 2021ના રોજ બપોરે 1.00 વાગ્યા સુધી અરજી કરી શકશે. કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસના છેલ્લા વર્ષ કે સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે તે પણ આ પરીક્ષા માટે અરજી કરી શકે છે.

આ મહિનામાં પરિણામ થશે જાહેર :

જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (200 માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય 3 કલાક)19/12/2021ના રોજ લેવાશે, જેનું પરિણામ જાન્યુઆરી 2022માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં 150 માર્ક્સના 6 પ્રશ્નપત્રો જે 3 કલાકમાં લખવાના રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી કે ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જ્યારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags