VTV News

1.2M Followers

નોકરી / 2 લાખ સુધી મળશે પગાર, મેટ્રો કોર્પોરેશન લિમિટેડે 96 પદો પર બહાર પાડી ભરતી, જાણો સમગ્ર વિગત

24 Sep 2021.5:45 PM

  • મેટ્રોમાં 96 ખાલી પદો પર ભરતી
  • 2 લાખ સુધી મળશે પગાર
  • વધુ માહિતી માટે નોટિફિકેશન જુઓ

મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL)એ ઘણી જગ્યાઓ પર યોગ્ય ઉમેદવારોની ભરતી માટે અરજીઓ મંગાવી છે. તેમાં એડિશનલ ચીફ પ્રોજેક્ટ મેનેજર, સીનિયર ડિપ્ટી જનરલ મેનેજર, ડિપ્ટી જનરલ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સીનિયર સ્ટેશન કંટ્રોલર/ ટ્રાફિક કંટ્રોલર /ડિપો કંટ્રોલર/ ટ્રેન ઓપરેટર, સીનિયર સેક્શન એન્જિનિયક, સેક્શન એન્જિનિયર, જ્યુનિયર એન્જિનિયર, સીનિયર ટેક્નિશિયન અને એકાઉન્ટ આસિસ્ટન્ટના પદ શામેલ છે.

ઈચ્છુક ઉમેદવાર 14 ઓક્ટોબર સુધી ભરતી માટે અરજી કરી શકે છે.

ઓનલાઈનની પ્રક્રિયા 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ
કુલ 96 ખાલી પદો પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. ઓનલાઈનની પ્રક્રિયા 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને અરજીની લાસ્ટ ડેટ 14 ઓક્ટોબર છે. ઈચ્છુક ઉમેદવાર ઓફિશયલ વેબસાઈટ mahametro.org પર નોટિફિકેશન ડાઉનલોડ કરી શકે છે અને ઓફિશયલ રીતે તેને ડાઉનલોડ કરી શકે છે.

1,00,000 થી 2,60,000 રૂપિયા સુધી મળશે પગાર
નિર્ધારિત શૈક્ષણિક યોગ્યતાઓ, વય મર્યાદા અને સેલેરી પદાનુસાર અલગ અલગ નિર્ધાર્તિ કરવામાં આવી છે. એડિશનલ ચીફ મેનેજરના પદ માટે BE/BTech ડિગ્રી ધારક ઓછામાં ઓછુ 53 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકે છે. પસંદગી પામેલા કેન્ડિડેટને 1,00,000 થી 2,60,000 રૂપિયા સુધીના માસિક વેતન પર રાખવામં આવશે. અન્ય કોઈ પણ પદ માટે જાણકારી મેળવવા માટે ઉમેદવાર નોટિફિકેશન ચેક કરી શકે છે.

ઉમેદવારોની પસંદગી પર્સનલ ઈન્ટરવ્યૂ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામના આધાર પર થશે. પસંદગી પ્રક્રિયામાં જ્ઞાન, કૌશલ, અનુભવ, વિશેષજ્ઞતા, યોગ્યતા અને શારીરિક ફિટનેસના પહેલુંની તપાસ કરવામાં આવશે. ઉમેદવારોને સંબંધિત ક્ષેત્રમાં પોતાની યોગ્યતા અને અનુભવના આધાર પર ઈન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags