VTV News

1.2M Followers

આનંદો / BIG NEWS:ગુજરાત સરકારે નવરાત્રિમાં આપી મોટી છૂટ, સાથે નાઈટ કર્ફ્યૂમાં પણ એક કલાકની આપી રાહત

24 Sep 2021.7:36 PM

  • શેરી ગરબાને મંજૂરી
  • ક્લબ-પાર્ટી પ્લોટમાં આયોજન નહીં
  • નવરાત્રીને લઇને સરકારની જાહેરાત

કોરોનાકાળના 2 વર્ષના લાંબાગાળા બાદ ગુજરાતમાં આગામી નવરાત્રી દરમિયાન શેરી ગરબાના આયોજનની ભૂપેન્દ્ર પટેલ સરકારે મંજૂરી આપી છે. આ સત્તાવાર જાહેરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

રાત્રી કર્ફ્યૂના સમયમાં પણ અપાઈ છૂટછાટ

ગૃહવિભાગે કરેલ જાહેરાત પ્રમાણે, કલબ કે પછી પાર્ટીપ્લોટમાં ગરબા યોજી શકાશે નહીં. તો આ સાથે જ નવરાત્રી દરમિયાન રાત્રી કર્ફ્યૂના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યૂનો સમયગાળો રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. રાજ્ય સરકારના નિર્ણયને પગલે ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં કરી શકાશે ઉજવણી

આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

- લગ્ન પ્રસંગોમાં અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે.
- આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે
- આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.
- રાજ્યમાં પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ.
- અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.

બાગ બગીચા રાતના 10 વાગ્યા સુધી રહેશે ખુલ્લા

રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના 10 કલાક સુધી અગાઉ ક્ષમતાના 60% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના 75% સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના 10 વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે

મોટી મોટી ક્લબો દ્વારા ગરબાનું આયોજન રદ્દ કરાયું

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર આગામી પરિસ્થિતિને આધીન નિર્ણય લેશે. લોકોની ધાર્મિક આસ્થા પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે. અમદાવાદની પ્રતિષ્ઠિત કલબોએ નવરાત્રીનું આયોજન રદ્દ કર્યું છે. રાજપથ, કર્ણાવતી સહિતને કલબોએ નવરાત્રીનું આયોજન રદ્દ કરી દીધું છે. ક્લબમાં હજારો મેમ્બર અને સરકારે જાહેર કાર્યક્રમોમાં 400 લોકોની મંજૂરી આપી છે. ત્યારે સરકારની ગાઇડલાઇન મુજબ આયોજન કરવું અશક્ય છે. ત્યારે અમદાવાદ શહેરની મોટી ક્લબોમાં ગરબા નહીં થાય.

માસ્ક સાથે ગરબા શક્ય નથી

આ મામલે આયોજકોએ જણાવ્યું છે કે, માસ્ક સાથે ગરબા થઇ શકે નહિ. અને મોટા મેદાનમાં ઓછા ક્રાઉડ સાથેનું આયોજન મોંઘુ પડે છે. ત્યારે હાલના સમય પ્રમાણે દેશમાં કોરોના ની ત્રીજી લહેરની આશંકા જણાઈ રહી છે ત્યારે આ ત્રીજી લહેરના આગમન પૂર્વે કોઈ પણ રિસ્ક લેવા માંગતા નથી. નોંધનીય છે કે ગયા વર્ષે નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરવા માટે છૂટ આપવામાં આવી હતી અને 20થી વધુ લોકોને ભેગા ન થવા માટે સ્પષ્ટપણે જણાવ્યું હતું ત્યારે હવે આ વખતે પણ આ પ્રમાણે જ આયોજન કરવામાં આવી શકે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags