GSTV

1.4M Followers

શાળાના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષાના સમયમાં ફેરફાર, શિક્ષણ બોર્ડની જાહેરાત

25 Sep 2021.08:06 AM

Last Updated on September 25, 2021 by Pravin Makwana

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી12માં જે મુખ્ય વિષયોની પરીક્ષા બોર્ડના પ્રશ્નપત્રોથી લેવનારી છે તેમાં સમય અને કોર્સ માળખામાં ફેરફાર થયો છે.જે મુજબ જુનથી ઓગસ્ટનો કોર્સ 100 ટકા રહેશે અને માત્ર સપ્ટેમ્બર માસનો કોર્સ 50 ટકા મુજબનો રહેશે.

આગામી 18મી ઓક્ટોબરથી ધો.9થી12ની પ્રથમ સત્રની પરીક્ષા શરૂ થનાર છે.જેમાં ગણિત,વિજ્ઞાાન,અંગ્રેજી અને એકાઉન્ટ, બાયોલોજી, ફિઝિક્સ,કેમિસ્ટ્રી સહિતના મુખ્ય વિષયોની પરીક્ષાના પ્રશ્નપત્રો બોર્ડ કક્ષાએથી તૈયાર કરીને દરેક જિલ્લાની સ્કૂલોમાં મોકલવામા આવનાર છે.જ્યારે બાકીના વિષયોની પરીક્ષા સ્કૂલ કે એસવીએસ કક્ષાએથી પ્રશ્નપત્રો તૈયાર કરી લેવામા આવનાર છે.

 પ્રતિકાત્મક તસ્વીર

અગાઉ જાહેર કરવામા આવેલા ટાઈમ ટેબલ મુજબ ધો.9 અને 11માં સવારે 11થી1ની પરીક્ષા હતી.જેમાં ફેરફાર કરીને હવે સવારે 10:30થી12:30 દરમિયાન લેવાશે જ્યારે ધો.10 અને 12માં અગાઉ જે 11થી2ની પરીક્ષા હતી તે હવે 2થી5 દરમિયાન લેવાશે.9-11માં બે કલાકની અને 10-12માં ત્રણ કલાકની પરીક્ષા રહેશે.

બોર્ડ દ્વારા માસ દરમિયાન ચેપ્ટર-કોર્સ સહિતનું માળખુ જાહેર કરવામા આવ્યુ છે.જે મુજબ પરીક્ષા લેવામા આવનાર છે.જેમા જુનથી ઓગસ્ટના મહિનાઓનો પુરો 100 ટકા કોર્સ રહેશે અને માત્ર સપ્ટેમ્બરનો 50 ટકા કોર્સ રહેશે.જ્યારે ધો.10માં આ વર્ષથી લાગુ બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતમાં પ્રથમ અને દ્રિતિય પરીક્ષામાં બંનેના પેપરો સમાન જ રહેશે.અલગ અલગ નહી કાઢવમા આવે.સ્કૂલ કક્ષાએ કોઈ ફેરફાર નહી કરવામા આવે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags