VTV News

1.2M Followers

BIG NEWS / ગુજરાત માટે 'ભારે' ગુલાબ વાવાઝોડું: બે દિવસ સુધી અસર વર્તાશે, જુઓ ક્યારે પડી શકે છે ભારે વરસાદ

26 Sep 2021.08:17 AM

  • ગુલાબ ચક્રવાતને લઇ મહત્વના સમાચાર
  • ગુલાબ વાવઝોડાની અસર ગુજરાત પર વર્તાશે
  • સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે 27 સપ્ટેમ્બરથી રહેશે વરસાદ

ગુલાબ ચક્રવાતને લઇ મહત્વના સમાચાર
ભારતનાં પૂર્વ વિસ્તારમાં ગુલાબ વાવાઝોડું આજ સાંજ સુધીમાં ત્રાટકે તેવી આશનક છે ત્યારે ગુલાબ વાવાઝોડાની અસર હવે ગુજરાત પર પણ વર્તાશે.

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનનાં કારણે વાવાઝોડું આવી રહ્યું છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદને લઈને યેલો અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.

ગુલાબ ચક્રવાતની અસર ગુજરાત પર વર્તાશે
આખા ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચક્રવાતનાં કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે જેમા 27 સપ્ટેમ્બરથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં 27 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી જ ભારે વરસાદ શરૂ થવાની શક્યતા છે જ્યારએ 28 તારીખે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઓડિશા અને આંધ્ર પ્રદેશ સરકાર હાઇ અલર્ટ પર
ઓડિશાના ગોપાલપુર અને વિશાખાપટ્ટનમની વચ્ચેથી રવિવારે ગુલાબ વાવાઝોડું ત્રાટકે તેવી આશંકા છે ત્યારે આંધ્ર પ્રદેશનાં દરિયા કિનારાનાં જિલ્લાઓમાં SDRF અને NDRFને તૈનાત કરી દેવામાં આવી છે. ઓડિશામાં પણ મોટી સંખ્યામાં ફોર્સ મોકલવામાં આવી રહી છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદન અનુસાર વિશાખાપટ્ટનમ સહિતનાં જિલ્લાઓમાં માછીમારોને દરિયામાં ન જવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ઓડિશાના ગંજમ જિલ્લામાં પણ વાવાઝોડાનાં કારણે ભારે તબાહીની આશંકા છે ત્યારે ત્યાં પણ તંત્ર દોડતું થયું છે.

95 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાશે પવન
IMD અનુસાર બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે, અત્યારે હાલ વાવાઝોડું 14 કિમીની ઝડપે દરિયાકાંઠા તરફ આગળ આવી રહ્યું છે. IMDએ કહ્યું કકે 26 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ અને ગોપાલપુરની વચ્ચે આંધ્ર પ્રદેસ હણે ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે. નોંધનીય છે કે વાવાઝોડું ત્રાટકે ત્યારે 95 કિમી પ્રતિકલાકની ઝડપથી હવા ચાલે તેવી આશંકા છે. આટલું જ નહીં આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવા માટે આદેશ આપવામાં આવ્યો છે કારણ કે હજુ ત્રણ દિવસ સુધી સમુદ્રમાં ઊંચી ઊંચી લહેરો ઊઠવાની આશંકા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags