GSTV

1.3M Followers

ખુશખબરી / આ સરકારી યોજનામાં આજે જ કરો રોકાણ, દરરોજના માત્ર 2 રૂપિયા અપાવશે તમને વાર્ષિક 36 હજાર પેન્શન

28 Sep 2021.7:11 PM

Last Updated on September 28, 2021 by Zainul Ansari

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના એ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ખૂબ જ અસરકારક યોજના છે. આનાથી શેરીના ફેરિયાઓ, રિક્ષાચાલકો, બાંધકામ કરતા કર્મચારીઓ અને અસંગઠિત ક્ષેત્રના લોકોને તેમની વૃદ્ધાવસ્થા સુરક્ષિત કરવામાં મદદ મળશે.

આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને પેન્શનની બાંહેધરી આપવામાં આવી છે. આ સ્કીમ અંતર્ગત તમે પ્રતિ દિવસ ફક્ત 2 રૂપિયાની બચત કરીને વર્ષનું 36 હજાર રૂપિયાનું પેન્શન મેળવવાના હકદાર બની શકો છો.

દર મહિને કરવા પડશે 55 રૂપિયા જમા :

આ સ્કીમમાં જોડાયા બાદ તમારે દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે એટલે કે જો તમે 18 વર્ષની ઉંમરથી આ યોજના સાથે જોડાવ છો તો તમે રોજની લગભગ 2 રૂપિયાની બચત કરીને વાર્ષિક 36 હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. જો કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉંમરથી આ યોજના સાથે જોડાય છે તો તેણે દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે. 60 વર્ષની ઉંમર થયા બાદ તમને પેન્શન મળવાનું શરૂ થઈ જશે. 60 વર્ષ પછી તમને દર મહિને 3 હજાર રૂપિયા એટલે કે વર્ષે 36 હજાર રૂપિયાનું પેન્શન મળશે.

જરૂરી દસ્તાવેજો :

આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે બચત બેંક ખાતુ અને આધાર કાર્ડ હોવું આવશ્યક છે. આ ઉપરાંત તે વ્યક્તિની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૪૦ વર્ષથી વધુ ના હોવી જોઈએ.

અહીં જઈને કરાવી શકશો નોંધણી :

જો તમે આ સ્કીમનો લાભ લેવા ઇચ્છતા હોવ તો તમારે કોમન સર્વિસ સેન્ટરમાં જઈને નોંધણી કરાવવી જરૂરી છે. કર્મચારીઓ સીએસસી સેન્ટરના પોર્ટલ પર જઈને નોંધણી કરાવી શકે છે. સરકારે આ યોજના માટે એક વેબ પોર્ટલ તૈયાર કર્યુ છે. આ પોર્ટલ મારફતે ઓનલાઇન તમામ માહિતી ભારત સરકારને મળશે.

આ માહિતી આપવી પડશે :

તમારે સીએસસી સેન્ટર પર નોંધણી માટે તમારું આધાર કાર્ડ, બચત ખાતા અથવા જનધન બેંક એકાઉન્ટની પાસબુક અને મોબાઇલ નંબરની જરૂર રહેશે. આ સિવાય બેંક શાખામાં તમારે એક સમજૂતી કરાર કરવો પડશે કે જ્યાં કર્મચારીનું બેંક ખાતું હોય જેથી સમયસર પેન્શનની રકમ તેના બેંક ખાતામાંથી કાપી શકાય.

આ યોજનાનો લઈ શકો છો લાભ :

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રનો કોઈપણ મજૂર જે 40 વર્ષથી ઓછી ઉમર ધરાવતો હોય અને કોઈ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યો ના હોય તે આ સ્કીમનો લાભ લઇ શકે છે. તમને જણાવી દઈએ કે આ યોજના માટે અરજી કરનારી વ્યક્તિની માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

ટોલ ફ્રી નંબર પરથી મેળવો માહિતી :

સરકારે આ યોજના માટે શ્રમ વિભાગની ઓફિસ, એલઆઈસી, ઇપીએફઓને શ્રમ સુવિધા કેન્દ્રો બનાવ્યા છે. કર્મચારીઓ અહીં જઈને યોજના વિશે સારી એવી માહિતી મેળવી શકે છે. સરકારે આ યોજના માટે ટોલ ફ્રી નંબર 18002676888 જારી કર્યો છે. આ નંબર પર કોલ કરીને તમે કોઈપણ પ્લાન અંગેની યોગ્ય માહિતી મેળવી શકો છો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags