VTV News

1.2M Followers

તમારા કામનું / ઈલેક્ટ્રીક વ્હીકલ ખરીદવું કે નહીં? કેટલામાં પડશે, કેટલી સબસિડી, જાણો સરકારની યોજના વિસ્તારથી

30 Sep 2021.3:52 PM

VTV હંમેશા ''તમારા કામના'' એવા સમાચાર લઈ આવે છે જે તમારો મોટો ફાયદો કરાવી શકે છે. પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવ બાદ લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે ત્યારે આ માહિતી તમને અચૂક કામ લાગશે.

ક્લાઇમેટ ચેન્જની સમસ્યા આજકાલ સૌથી મોટી સમસ્યા બનતી જય છે. વિશ્વમાં પ્રદુષણ દિન-પ્રતિદિન વધતું જાય છે.

પર્યાવરણનું જતન અને ઉછેર કરવો આપણી નૈતિક જવાબદારી છે. પ્રદૂષણ ઘટાડવા માટે અને પર્યાવરણ સાચવવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો દ્વારા હવે પ્રદુષણરહિત સાધનોનો આવિષ્કાર કરવામાં આવી રહ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને કાર પણ હવે વિકસાવવામાં આવી રહ્યા છે.

એટલે હવે ગુજરાત સરકાર પણ આ દિશામાં પગલાં ભરી રહી છે અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે.

અગાઉ થયેલ જાહેરાત મુજબ પ્રથમ બે લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર લોકો માટે મોટા પાયે સબસીડીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોટા પાયે સબસિડી મળી રહી છે. આ યોજના તો પ્રથમ જુલાઇથી શરૂ થઈ ચૂકી છે અને ચાર વર્ષના ટાર્ગેટ પ્લાન સાથે પ્રથમ બે લાખ ઉપભોક્તાઓને લાભ મળવાનો જ છે. જેમાં કેટલા કેટલા વાહનો સબસિડીને પાત્ર રહેશે તેની માહિતી નીચે મુજબ છે.

આ યોજનામાં સામેલ થનાર 2 લાખ વાહનોને

બેટરી મર્યાદા કેટલી રહેશે? અને

કેટલી રકમ સબસિડી સ્વરૂપે મળશે?

તેની માહિતી આ મુજબ છે:

આ યોજનાનો લાભ લેનાર લોકોને એક જ વખત સબસિડી મળી શકશે. ઉપરાંત અરજી કરનાર વ્યક્તિ સરકારની એક સમયે એક જ યોજનાનો લાભ મેળવી શકશે.

હવે તમને એમ થશે કે જો આપણે આ યોજનાનો લાભ ન મેળવી શક્યા કે પ્રથમ બે લાખ ઉપભોક્તાઓમાં સામેલ ન થઈ શક્યા તો?

તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે લઈને આવ્યા છીએ બીજી એવી યોજના કે જેમાં તમને આ પ્રકારે ઇલેક્ટ્રિક વાહન પર સબસિડીનો લાભ મળી શકે છે.

આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ઉપરાંત એવા ભાઈઓ બહેનો કે જે ઓટો ચલાવે છે કે પોતાનો થ્રી વ્હીલર પર ધંધો ચલાવે છે એવા તમામ મિત્રોને પણ આ સમાચાર ખૂબ કામના નીવડશે. તો જાણો શું છે આ યોજનામાં.

Gujarat Government દ્વારા Electric Scooter તથા e-rickshaw નો વપરાશ વધે તે માટે આ વાહનોની ખરીદી પર હવે સબસીડી આપવામાં આવે છે.

ગુજરાત ઇલેક્ટ્રિક ઈ વ્હીકલ સ્કીમ 2021
ગુજરાત સરકારના ક્લાયમેટ ચેન્જ ડીપાર્ટમેન્ટ દ્વારા પર્યાવરણમાં પ્રદૂષણ ઘટાડવા માટે તથા બેટરી સંચાલિત અને ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધારવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

Electric Vehicle Subsidy Gujarat યોજના ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી દ્વારા 17 સપ્ટેમબર ના રોજ બહાર પાડવામાં આવી.

આ યોજનાનું અમલીકરણ Gujarat Energy Development Agency - GEDA દ્વારા થાય છે.

કોને મળશે લાભ?

તમને પ્રશ્ન થશે કે આ યોજનાનો લાભ બધા લઈ શકે? તો જવાબ છે ના.

GEDA દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે લાયકાત નક્કી કરવામાં આવી છે. જે આ મુજબ છે.
1) લાભાર્થી ગુજરાતનો નાગરિક હોવો જોઈએ
2) Gujarat two wheeler scheme રાજ્યના ધોરણ-9 અને 12 તથા કોલેજના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થશે.
3) Three Wheeler Scheme રાજ્યના વ્યક્તિઓ અને સંસ્થાઓને મળવાપાત્ર જ થશે.

કેટલી રકમ મળશે?

તો આ Subsidy Scheme હેઠળ તમને

1) ધોરણ-9 થી 12 તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલતિ દ્વિ-ચક્રી વાહનની ખરીદી પર
રૂ. 12,000

2) નાગરિકો અને સંસ્થા માટે ત્રિ ચક્રી વાહન ખરીદી પર
રૂ. 48,000/- (અડતાળીસ) હજાર સબસીડી આપવામાં આવશે.

કઈ રીતે મળશે રૂપિયા?

Gujarat Electric e-Vehicle Scheme યોજના હેઠળ લાભાર્થીઓને સબસીડીની રકમ Direct Benefit Transfer (DBT) દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ?

1)વિદ્યાર્થીનું બોનાફાઈડ સર્ટીફિકેટ અથવા માર્કશીટ
2)લાભાર્થીનું આધારકાર્ડ
3)જાતિનું પ્રમાણપત્ર
4)બેંક ખાતાની નકલ
5)શાળા/કોલેજની ફી ભર્યાની પહોંચ
6)પાસપોર્ટ સાઈઝનો ફોટો
7)ડ્રાઇવિંગ લાઇસન્સ (માત્ર હાઇ સ્પીડ વહાણો માટે જ જોઈશે)

ઇ-રીક્ષાની ખરીદી માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જરૂર પડશે:

1) વ્યક્તિને ઈ-રીક્ષાની ખરીદી પર Three Wheeler નું ડ્રાઈવીંગ લાઈસન્‍સ
2)સંસ્થાનું બેંક એકાઉન્‍ટની નકલ
3)વ્યક્તિનું આધારકાર્ડ
4)સંસ્થાએ ત્રિ ચક્રી (ઈ-રીક્ષા) યોજના હેઠળ ખરીદી માટે સંસ્થાના રજીસ્ટ્રેશન માતેનું પ્રમાણપત્ર

ફોર્મ કેવી રીતે ભરવાનું?

સૌથી પહેલા તો તમારે જેના માટે સબસિડી જોઈએ છે તેનું અરજીપત્રક ડાઉનલોડ કરી લો.
જેની લિન્ક અમે નીચે આપી દીધી છે:

DOWNLOAD LINK

હવે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:

1) લાભાર્થીએ પોતાના Application Form માં માંગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે.
2) એપ્લિકેશન ફોર્મ ભરીને સાથે ડોક્યુમેન્‍ટ જોડવાના રહેશે.
3) ત્યારબાદ ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરીને એમ્પેનલ થયેલી કંપનીઓ પાસે સહિ-સિક્કા કરવાના રહેશે.
4) અરજીપત્રકમાં માહિતી ભર્યા બાદ તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરેલ ઉત્પોદકોના ડીલર્સ પાસે ફોર્મ જમા કરાવી શકાય.
5) Electric Bike Subsidy in Gujarat નો લાભ લેવા માટે અરજી ફોર્મ GEDA ની ઓફિસ ખાતે પણ જમા કરાવી શકાય છે.

ઓનલાઈન અરજી કરવી હોય તો?

Gujarat Electric e-Vehicle Scheme Online Application લાભાર્થીઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ટુંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની ઓનલાઈન અરજીઓ ચાલુ કરવામાં આવશે. જેની ઓફિશીયલ નોટિફિકેશન Digital Gujarat Portal પર મૂકવામાં આવશે.

GEDA Bike Price List

અહીંથી તમે ગુજરાત ઊર્જા વિકાસ એજન્‍સી દ્વારા નક્કી કરવામાં આવેલ પ્રાઇઝ લિસ્ટ ડાઉનલોડ કરી શકશો

Two Wheeler Price List 2021-22 Click Here
Three Wheelers Model and Price List 2021-22 Click Here
Two Wheeler Application Form and List of Documents Click Here
Documents Required for E-Rickshaw Click Here

Gujarat two wheeler scheme 2021 અન્‍વયે ટુ વ્હીલર્સની ખરીદી માટે માન્ય ડીલર્સ નક્કી કરેલા છે. જેમાં Authorized Dealers List નીચે મુજબ આપેલ છે.

Hero Dealers Click Here
Ampere dealer panel Gujarat Click Here
Jitendra Ev Bikes Dealers Click Here
Electotherem Authorized Dealers Click Here
Viertric Motors Dealers Click Here
lords marks Industries Dealers Click Here
Okinawa Dealers Click Here
Overa E- Bikes Dealers Click Here
Raj Electromotives Dealers Click Here
ward wizard Dealers Click Here
Diwa Dealer List Click Here

ફોર્મ માટે અન્ય અધિકૃત વેબસાઇટ કઈ?
https://geda.gujarat.gov.in/

કોઈ કન્ફ્યુઝન માટે Helpline Number:
Contact : +91-079-23257251 , 23257253
અને
Email : [email protected] પર સંપર્ક કરી શકાય.

GEDA - Gujarat Energy Development Agency ની કચેરીનું સરનામું કયું છે?

ગુજરાત ઊર્જા વિકાસ એજન્‍સી, ચોથો માળ, બ્લોક નંબર-11 & 12, ઉદ્યોગભવન, સેકટર-11, ગાંધીનગર-382017, ગુજરાત

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags