VTV News

1.2M Followers

સારા સમચાર / Big news : લોકોના લાભની આ બે મોટી યોજના જાહેર કરી મોદી સરકારે, કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય

12 Oct 2021.10:46 PM

  • મોદી કેબિનેટમાં મોટો નિર્ણય
  • બે મોટી યોજનાને મળી મંજૂરી
  • અમૃત 2.0 અને સ્વચ્છ ભારત મિશન યોજનાને મંજૂરી
  • પીવાના સ્વચ્છ પાણી અને સુલભ શૌચાલય માટેની યોજના

મંગળવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અટલ મિશન ફોર રિજુવરેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત 2.0 અને સ્વચ્છ ભારત મિશન (અર્બન)ને મંજૂરી અપાઈ છે.

AMRUT 2.0 યોજના માટે 2,77,000 કરોડ અને સ્વચ્છ ભારત મિશન-2.0 યોજના માટે રુ. 1,41,600 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ એક નિવેદન જારી કરતા કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે જણાવ્યું કે કેન્દ્ર સરકારે અમૃત 2.0 અને સ્વચ્છ ભારત મિશન (અર્બન)ને મંજૂરી આપી છે. શહેરી વિસ્તારોમાં ઘર ઘર સુધી શુદ્ધ અને ગુણવત્તાસભર પાણી પહોંચાડવા માટે આ બન્ને યોજનાને મંજૂરી અપાઈ છે.

લોકોને મળશે આ લાભ
- 2025-26 સુધીમાં દેશના દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી મળે રહે તેવી વ્યવસ્થા
- 2025-26 સુધી ભારતને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવાનું આયોજન
- દરેક શહેર અને ગામમાં ટોઈલેટની વ્યવસ્થા

અમૃત 2.0, તમામ 4,378 નગરોમાં ઘરગથ્થુ નળ જોડાણો આપીને પાણી પુરવઠાના સાર્વત્રિક કવરેજનું લક્ષ્‍ય છે. 500 AMRUT શહેરોમાં ઘરગથ્થુ ગટર વ્યવસ્થા/ સેપ્ટેજ મેનેજમેન્ટનું 100% કવરેજ એ તેનો અન્ય ઉદ્દેશ છે. ઈચ્છિત પરિણામો હાંસલ કરવા માટે મિશન 2.68 કરોડ નળ જોડાણો અને 2.64 કરોડ ગટર/ સેપ્ટેજ જોડાણો આપવાનું લક્ષ્‍ય ધરાવે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags