News4 ગુજરાતી

70k Followers

સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની વય મર્યાદા એક વર્ષ વધારાઈ

13 Oct 2021.5:31 PM

The age limit for competitive examination for government recruitment has been extended by one year

કોરોનાકાળમાં શિક્ષણ, સરકારી ભરતી પ્રક્રિયા અટવાઈ ગઈ હતી. પરિણામ નવી ભરતીમાં ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે સરકારે ભરતીની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો છે. એટલે કે બિન અનામત ઉમેદવારો માટે હવે વય મર્યાદા 36ની રહેશે જ્યારે અનામત ઉમેદવારોની વય મર્યાદા 41 વર્ષની રહેશે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

આ નિર્ણય આગામી 31-8-22 સુધીની ભરતી પ્રક્રિયા દરમિયાન જ રહેશે. આ સાથે ટેટની પરીક્ષાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને એ માટે કોવિડને કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય એ હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યા ભરવાનો મહત્ત્વનો નિર્ણય કરાયો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં 19 સપ્ટેમ્બર 2021ને રવિવારના દિવસે ભરતી બોર્ડના અઘ્યક્ષો સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમીક્ષા કરી હતી અને ભરતીપ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષોને જરૂરી આદેશો કર્યા હતા.

આ પણ વાંચો:- વડોદરામાં ગરબા રમીને ઘરે આવ્યાં બાદ માતા-પુત્રીનાં શંકાસ્પદ મોત

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

  • લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujrat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.
  • તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

ખબરોથી અપડેટ રહેવા આપ અમને dailyhunt પર ફોલો કરી શકો છે

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: News4 Gujarati

#Hashtags