VTV News

1.2M Followers

સ્પર્ધાત્મક પરીક્ષા / GPSC પરીક્ષાર્થીઓ માટે મોટી રાહત, જાણો દિનેશ દાસાએ શું કરી જાહેરાત

13 Oct 2021.11:55 PM

  • GPSC પરીક્ષાની સંદભે મોટી જાહેરાત
  • અરજી માટેની સમય મર્યાદા વધારાઈ
  • GPSC ચેરમેને કરી જાહેરાત

રાજ્યમાં GPSCની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અરજીની સમય મર્યાદા વધી છે. હવે 16 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી અરજી થઇ શકશે.21 સપ્ટેમ્બરે જાહેર થયેલી પરીક્ષાઓ માટે અરજી કરી શકાશે.

આ ,માટેની સમયમર્યાદા 13 ઓક્ટોબરે પૂર્ણ થતી હતી. જેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.ઓનલાઇન અરજી માટે સમય મર્યાદા વધારવા અંગે GPSCના ચેરમેને કરી જાહેરાત કરી છે.

દિનેશ દાસાએ ટ્વિટ કરીને લખ્યું કે, GPSC ની ૨૧/૯/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ થયેલ તમામ જાહેરાતો કે જેમાં અરજી કરવાની આજે છેલ્લી તારીખ હતી તેમાં પણ આ નિર્ણય લાગુ કરવામાં આવશે. આ જાહેરાતોમાં વય મર્યાદામાં હોવા છતા અરજી કરવાનું ચુકી ગયેલા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ૧૬/૧૦ થી ૨૬/૧૦ દરમિયાન ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags