ખિસ્સું

29k Followers

આજના (14/10/2021) બજાર ભાવો : જાણો તમારા પાકનો માર્કેટ યાર્ડમાં શું ભાવ છે,

14 Oct 2021.6:17 PM

નમસ્કાર ખેડૂત મિત્રો.આજ તારીખ 14-10-2021, ગુરુવારના રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. જેમ જેમ બજાર ભાવ આવતા જશે તેમ અમે અપડેટ આપતા રહેશું.આજના બજાર ભાવ તમે Khissu Application માં જોઈ રહ્યાં છો તો Khissu Application નું નવું વર્જન Play Store માંથી અપડેટ કરી લો. જેથી તમે સરળતાથી બજાર ભાવ કોષ્ટકમાં નીહાળી શકો. અત્યારે જ અપડેટ કરવા અહીં ક્લીક કરો.આ પણ વાંચો: બેંક્માં જે કામ હોય તે વહેલાં પતાવી લેજો: નહિંતર તમારું કામ અટવાઈ જશેઅમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા દસેક દિવસથી કપાસની આવકોમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને નવરાત્રી પર્વએ ઠેર ઠેર જીનિંગોમાં કામકાજના મુહૂર્તથતા કપાસની વધતી ડિમાન્ડ વચ્ચે ખેડૂતોને યાર્ડમાં કપાસના પ્રતિ મણના રૂ.1725 થી પણ ઊંચા ભાવ મળી રહ્યા છે. કપાસમાં એક જ દિવસમાં 21 હજાર મણની આવક જોવા મળી હતી.હાલ બાબરા યાર્ડમાં ફક્ત બાબરા તાલુકાના ખેડૂતો જ નહીં પરંતુ આસપાસના જિલ્લાના ખેડૂતો તેમજ અન્ય તાલુકાઓના ખેડૂતો પણ કપાસનો જથ્થો ઠાલવી રહ્યા છે.

પહેલી વીણીના કપાસમાં મોટા પ્રમાણમાં આવકો થઇ રહી છે. ખેડૂતો ઉત્સાહપુર્વક પહેલી વીણીનો મબલખ પાક લઇ આવી રહ્યા છેરાજકોટ માર્કેટ યાર્ડ: આજે તારીખ ૧૪/૧૦/૨૦૨૧ નવરાત્રી આઠમ હોવાને લીધે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.મહુવા માર્કેટ યાર્ડ:મહુવા માર્કેટ યાર્ડ સૌથી વધારે ડુંગળી (લાલ અને સફેદ), નાળીયેર, મગફળી અને કપાસની આવક\વેચાણ માટે પ્રખ્યાત છે. આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 3657 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 881 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ 685 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ.408 રહ્યો હતો.

મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 2010 સુધીના બોલાયા હતા. તેમજક પાસના ભાવ મહુવાની અંદર સૌથી ઉંચા ભાવે રૂ. 1500 બોલાયા હતા.

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.વિગત નીચો ભાવ ઉંચો ભાવ લાલ ડુંગળી 150685સફેદ ડુંગળી 881111જુવાર 255401બાજરી 275434ઘઉં 262478મકાઇ 280365 અડદ 8501373મગ 7551320તલ સફેદ 15862000જીરું 16201620કપાસ 7001500નાળીયેર 5752010 ગોંડલ માર્કેટ યાર્ડ:ગોંડલ માર્કેટ યાર્ડ મરચાં માટે ખાસ વખણાઈ છે. ગુજરાતમાં મરી મસાલાનાં વેચાણ માટે ઉંઝા માર્કેટ યાર્ડ પછી ગોંડલ માર્કેટનો સમાવેશ થાય છે. ગોંડલમાં જીરૂ, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા પાકનું મોટા પ્રમાણમાં લે-વેચ થાય છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં.

ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2641 સુધીના બોલાયાં હતાં. ગોંડલ માર્કેટ યાર્ડની અંદર કપાસનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1681 બોલાયો હતો.

આ પણ વાંચો: શું ચીન ભારતને ખતરનાક ફટાકડા મોકલી રહ્યું છે? શું અસ્થમા અને આંખના રોગો ફેલાશે? જાણો સાચી માહીતી... ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતાવિગત નીચો ભાવઉંચો ભાવ ઘઉં લોકવન 412480કપાસ 8001681મગફળી ઝીણી 8201151મગફળ જાડી 7801266એરંડા 10411186તલ 13002031તલ કાળા14512061જીરું 20012641ઇસબગુલ 20612311ધાણા 10001426ધાણી 11001601લસણ સુકું 400851ડુંગળી લાલ 101606બાજરો 221291જુવાર 331461મકાઇ 351351મગ 10311471ચણા 7661011સોયાબીન 850996મેથી 11511311 જામનગર માર્કેટ યાર્ડ:જામનગરનું હાપા માર્કેટીંગ યાર્ડ અજમાના પાકને લીધે ખુબ જ પ્રખ્યાત છે.

જામનગરમાં અધ્યતન મશીનરી દ્વારા પ્રોસેસીંગ કરેલા અજમાની ગલ્ફના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આ કારણે ભારતમાં અજમાની નિકાસમાં જામનગર ટોચના ક્રમે આવે છે. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આવતો અજમો લીલોછમ અને તીખાશવાળો હોવાથી ગુણવત્તાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ગણાય છે. આ અજમો ઉચ્ચ ગુણવતાવાળો હોવાથી નિકાસમાં મહારાષ્ટ્રના કરનુલ અને મધ્યપ્રદેશના નંદુરબાર બાદ ગુજરાતનું જામનગર ત્રીજા ક્રમે આવે છે.

જામનગરમાં જીરુંનો ભાવ સારો જોવા મળ્યો હતો. જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2550 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા.

અજમાનો ભાવ રૂ. 2150 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં કપાસનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1750 બોલાયો હતો.

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.વિગત નીચો ભાવ ઉંચો ભાવ તલ 18112055ધાણા 394439મગફળી જાડી 16902280મગ 12001350લસણ 300910મગફળી ઝીણી 7011075ચણા 11001168અજમો 17052150કપાસ 8001750જીરું 20502550 મોરબી માર્કેટ યાર્ડ: મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2022 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2460 સુધીના બોલાયાં હતાં.

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.વિગત નીચો ભાવ ઉંચો ભાવ તુવેર 1090110ઘઉં 393415ચણા 644924બાજરી 311357તલ 15502022કાળા તલ 14302040મગ 11411141મગફળી ઝીણી 9111100કપાસ10001516જીરું 20802460 જુનાગઢ માર્કેટ યાર્ડ:જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2571 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2460 સુધીના બોલાયાં હતાં.જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.વિગત નીચો ભાવ ઉંચો ભાવ તુવેર9001250ઘઉં 350444મગ 11801360અડદ 12501415તલ 17001922ચણા 8001033મગફળી જાડી 7301100તલ કાળા 21902601ધાણા 12001460જીરું 18002340 દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Khissu Gujarati

#Hashtags