VTV News

1.2M Followers

BIG NEWS / કરાર આધારિત કામ કરતાં કર્મચારીઓને ગુજરાત સરકારે આપી રાહત, લેવાયો આ મોટો નિર્ણય

15 Oct 2021.2:46 PM

  • રાજ્યમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારી માટે મહત્વનો નિર્ણય
  • ફિક્સ પગાર કરાર આધારિત કર્મચારીઓની બદલી થઈ શકશે
  • કર્મચારીની પ્રતિનિયુક્તિ આધારે બદલી થઈ શકશે

કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.ફિક્સ પગાર કરાર આધારિત કર્મચારીઓની હવે બદલી થઈ શકશે.

લાંબા સમયથી કરાર આધારિત કર્મચારીઑ બદલીને લઈને માંગ કરી રહ્યા હતા ત્યારે દશેરાના દિવસે સરકાર તરફથી મોટી રાહત કરાર આધારિત કર્મચારીઑને આપવામાં આવી છે. હવે ફિક્સ પગાર ધરાવતા આ કર્મચારીઑ પણ બદલીનો લાભ લઇ શકશે.મહત્વનું છે કે 2015ના પરિપત્ર પ્રમાણે બદલી માટે કોઈ જોગવાઈ ન હતી. જેમાં ફેરબદલ કરી હવે કર્મચારીની પ્રતિનિયુક્તિ આધારે બદલી થઇ શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

કઈ રીતે કરાર આધારિત કર્મચારી બદલી માટે અરજી કરી શકે?

  • નવા પરિપત્ર આધારે એક વર્ષ ફરજ બજાવેલી મહિલાઓ બદલી માટે લાયક ગણાશે
  • બે વર્ષ ફરજ બજાવી ચૂકેલા પુરુષ કર્મચારી બદલી માટે લાયક ગણાશે
  • અરસ-પરસની બદલી માટે પણ કર્મચારી અરજી કરી શકશે

સરકારના આ નિર્ણયથી હજારો કરાર આધારિત કામ કરતાં કર્મચારીઓને મોટો લાભ થઈ શકશે પોતાના પસંદગીના સ્થળ પર અને ઘર નજીક હવે જગ્યા હશે અને જો સરકારી ધારાધોરણ મુજબ બદલી માટે લાયક હશે તો ટ્રાન્સફર થઈ શકશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags