VTV News

1.2M Followers

આઈપીએલ / IPLમાં નવી 2 ટીમોનો ઉમેરો, અમદાવાદ અને લખનઉને મળી એન્ટ્રી, જુઓ કોણે કેટલામાં ખરીદી

25 Oct 2021.8:26 PM

  • IPLની બે નવી ટીમની જાહેરાત
  • અમદાવાદ અને લખનઉની ટીમની જાહેરાત
  • આરપી સંજીવ ગોયંનકા ગ્રુપે લખનઉની ટીમ ખરીદી
  • CVC કેપિટલે અમદાવાદની ટીમ ખરીદી

IPLની બે નવી ટીમની જાહેરાત કરી દેવાઈ છે. આરપી સંજીવ ગોયંનકા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડમાં તો CVC ગ્રુપની ઈરેલિયાએ 5600 કરોડમાં અમદાવાદની ટીમને ખરીદી છે.

22 ઉદ્યોગ ગૃહોએ બંને ટીમોને ખરીદવા બોલી લગાવી

બોલી લગાવનારાઓમાં અદાણી ગ્રુપ, ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના માલિક ગ્લેઝર ફેમિલી, ટોરેન્ટ ફાર્મા, અરવિંદ ફાર્મા, આરપી-સંજીવ ગોએન્કા ગ્રુપ, હિન્દુસ્તાન ટાઇમ્સ મીડિયા ગ્રુપ, ભૂતપૂર્વ પ્રધાન નવીન જિંદાલના જિંદાલ સ્ટીલ, રોની સ્ક્રૂવાલા અને ત્રણ પ્રાઇવેટ ઇક્વિટી સહયોગી ઓ હતા. પરંતુ અંતે ગોએન્કા ગ્રુપ અને સીવીસીના ભાગીદાર શરત લગાવી શક્યા.

સંજીવ ગોએન્કાની માલિકીની રાઇઝિંગ પૂણે 2016 અને 2017ની સિઝનમાં રમી ચૂકી છે

સંજીવ ગોએન્કાની માલિકીની રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ અગાઉ આઇપીએલમાં 2016 અને 2017ની સિઝનમાં રમી ચુકી છે. 2016ની આઇપીએલ સિઝનમાં ટીમનું પ્રદર્શન નબળું રહ્યું હતું અને ટીમ 2016માં પ્લેઓફમાં પ્રવેશવામાં નિષ્ફળ રહી હતી. રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સને અંતિમ આઇપીએલ 2017માં મુંબઈ ઈન્ડિયન્સે 1 રનથી હરાવી હતી.

2022 માં 8 ને બદલે 10 ટીમ IPLમાં રમશે
બે નવી ટીમના સમાવેશ બાદ 2022 ની આઇપીએલમાં 8 ને બદલે 10 ટીમ રમશે. આઇપીએલમાં મેચોની સંખ્યા પણ ૬૦ થી વધીને ૭૪ થઈ જશે. ખેલાડીઓની વાત કરવામાં આવે તો બે ટીમોમાં વધારા સાથે ઓછામાં ઓછા 45થી 50 નવા ખેલાડીઓને આઇપીએલમાં રમવાની તક મળશે. ભારતીય ટીમના 30થી 35 યુવા ખેલાડીઓ પણ હશે.

BCCIને થઈ 12 હજાર કરોડની આવક
BCCIને બન્ને ટીમ પાસેથી 12 હજાર કરોડની આવક થઈ છે જે ધારણા કરતા પણ વધી વધારે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags