GSTV

1.3M Followers

અગત્યના સમાચાર / આ કાર્ડ વિના નહીં મળે PM કિસાનનો 10મો હપ્તો, અહીં જાણો નોંધણીની નવી પ્રક્રિયા

25 Oct 2021.8:05 PM

Last Updated on October 25, 2021 by Vishvesh Dave

કેન્દ્ર સરકારે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં છેતરપિંડી રોકવા માટે મોટું પગલું ભર્યું છે. સરકારે હવે આ યોજનાની નોંધણીની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. હવે કિસાન યોજનામાં નોંધણી માટે રાશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે.

હવે આ યોજનાનો લાભ પીએમ કિસાન પોર્ટલ પર રાશન કાર્ડ નંબર દાખલ કર્યા પછી જ મળશે. હવે આ યોજના હેઠળ નવા રજીસ્ટ્રેશન પર રાશનકાર્ડ નંબર આપવો ફરજિયાત રહેશે. તે જ સમયે, રાશન કાર્ડની ફરજિયાત જરૂરિયાતની સાથે, હવે નોંધણી દરમિયાન પોર્ટલ પર માત્ર દસ્તાવેજોની સોફ્ટ કોપી (પીડીએફ) બનાવવી અને અપલોડ કરવી પડશે.

નોંધણીમાં કોઈ ભૂલ રહેશે નહીં

આ અંતર્ગત ખતૌની, આધાર કાર્ડ, બેંક પાસબુક અને ડિક્લેરેશનની હાર્ડ કોપી ફરજિયાત સબમિટ કરવાનું પણ દૂર કરવામાં આવ્યું છે. હવે લાભાર્થીઓએ આ દસ્તાવેજોની પીડીએફ ફાઈલ બનાવીને પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. આનાથી ખેડૂતોનો સમય બચશે તેમજ નવી સિસ્ટમમાં યોજના વધુ પારદર્શક બનશે.

નોંધણી માટે જરૂરી દસ્તાવેજો

  1. તમારા માટે બેંક ખાતા નંબર હોવો ફરજિયાત છે કારણ કે સરકાર ખેડૂતોને DBT દ્વારા નાણાં ટ્રાન્સફર કરે છે.
  2. તમારું બેંક ખાતું આધાર સાથે જોડાયેલું હોવું જોઈએ.
  3. તમારા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. આ વિના તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં.
  4. તમારા દસ્તાવેજો PM કિસાનની વેબસાઇટ pmkisan.gov.in પર અપલોડ કરો.
  5. આધારને લિંક કરવા માટે, તમે ફાર્મર કોર્નરના ઓપ્શન પર જાઓ અને એડિટ ડિટેલ ઓપ્શન પર ક્લિક કરીને અપડેટ કરો.

જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે ખુબ જ અગત્યના છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, સરકાર 31 ઓક્ટોબર 2021 સુધીમાં ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 10 મો હપ્તો આપવાની યોજના બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020 ના રોજ ખેડૂતોને પૈસા ટ્રાન્સફર કર્યા હતા ત્યારે બીજી તરફ સમસ્યા એ રહેશે કે, જે ખેડૂતોએ અરજી કરતા સમયે ભૂલો કરી છે તેમને આ હપ્તાનો લાભ મળી શકશે નહિ.

સુધારણા માટે પાછી મોકલવામાં આવી રહી છે અરજીઓ :

જે ખેડૂતોની અરજીઓમાં કોઈ ભૂલો હશે તેમની અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ. આ અરજીઓ સુધારા માટે પરત મોકલવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલી કેટલીક વેરિફાઇડ અરજીઓમાં PFMS દ્વારા ફંડ ટ્રાન્સફર સમયે અનેક પ્રકારની ભૂલો જોવા મળી છે. તેના કારણે કિસાન સન્માન નિધિની રકમ આ લોકોના ખાતામા ટ્રાન્સફર થઇ રહી નથી. આ અરજીઓ ભૂલો સુધારવા માટે પાછી મોકલવામાં આવી રહી છે.

લાખો કિસાનોનો અટક્યો હપ્તો :

કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ 12.26 મિલિયનથી વધુ ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પંજીકૃત છે. 10.59 કરોડથી વધુ કિસાનને RFT Sign એટલે કે રિકવેસ્ટ ફોર ફંડ ટ્રાંસફર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 10.50 કરોડથી વધુ ખેડૂત પરિવારોની FTO જનરેટ થઈ એટલે કે ફંડ ટ્રાન્સફર કરવાના ઓર્ડર આપવામાં આવ્યા. 72 લાખથી વધુ એવા ખેડૂતો છે કે, જેમની ચુકવણી કોઈ કારણસર નિષ્ફળ ગઈ છે જ્યારે 58.50 લાખથી વધુ ખેડૂતોનો હપ્તો માહિતી જાહેર ના કરવાને કારણે અટકી ગયો છે.

પોર્ટલ પર તમારી સ્થિતિ તપાસો :

જો કેટલાક કારણોસર તમને કિસાન સન્માન નિધિની રકમ નથી મળી રહી તો તમારે પોર્ટલ પર એકવાર તમારી સ્થિતિ તપાસવી પડશે. એવું બની શકે છે કે, અમુક નાની ભૂલને કારણે તમારી રકમ અટવાઇ ગઈ છે. જો એમ હોય તો તમે તેને તરત જ ઓનલાઇન સુધારી શકો છો.

આ કારણોસર અરજી થઇ શકે છે રિજેક્ટ :

ખેડૂતનું નામ 'અંગ્રેજી' માં લખવું જરૂરી છે. જે ખેડૂતનું નામ અરજીમા 'હિન્દી' માં છે તો તેમણે પોતાનું નામ બદલવુ. જો અરજીમાં અરજી કરનાર વ્યક્તિનું નામ અલગ હોય અને બેન્કની પાસબુકમા નામ અલગ હોય તો પણ ફંડ ટ્રાંસફરમાં તકલીફ થઇ શકે છે. ખેડૂતે બેન્ક ખાતા પ્રમાણેનું નામ અરજીમાં સુધારીને આપવું પડશે. આ સિવાય જો બેન્કના આઇએફસી કોડ લખવામાં ભૂલ કરી હોય, ગામનું નામ ખોટું લખ્યું હોય કે પછી બેન્ક એકાઉન્ટ નંબર ખોટા લખ્યા હોય તો પણ અરજી રદ થઇ શકે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags