GSTV

1.3M Followers

ખુશખબર-ખુશખબર: શિક્ષણમંત્રીએ દિવાળી વેકેશન મામલે કરી મોટી જાહેરાત, 13 દિવસ નહીં હવે આટલા દિવસ માણો રજા!

26 Oct 2021.7:46 PM

Last Updated on October 26, 2021 by pratik shah

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ દિવાળી વેકેશન બાબતે મહત્વની જાહેરાત ટ્વિટ દ્વારા કરી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા ૨ વર્ષથી ૧૩ દિવસનું દિવાળી વેકેશન હતું, તે દિવસોમાં ફેરફાર કર્યો છે અને 8 દિવસનો વધારો કરીને હવે આ વેકેશન 21 દિવસનું રહેશે.

શિક્ષણ મંત્રીએ લખ્યું છે કે દિવાળી એ હિન્દુ ધર્મનો સૌથી મોટો પારિવારીક તહેવાર છે તે હેતુસર વેકેશનના દિવસોમાં ફેરફાર કર્યો છે.

દિવાળી હિન્દૂ ધર્મનો પ્રમુખ તહેવાર છે. આ 4 દિવસનો પર્વ છે, જે ધનતેરસથી ભાઈ બીજ સુધી ચાલે છે. દિવાળી અંધકાર પર પ્રકશના વિજયને દર્શાવતો પર્વ છે. દર વર્ષે કારતક માસની અમાવસ્યાના દિવસે દિવાળી પર માતા લક્ષ્‍મી અને શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે. આ અંગે દિવાળીનો પર્વ 4 નવેમ્બર 2021ના રોજ ઉજવવામાં આવે છે. પુરાણો અનુસાર, દિવાળીના દિવસે જ શ્રી રામ આયોધ્યા પરત ફર્યા હતા. ભગવાન રામના આવવાની ખુશીમાં આયોધ્યાવાસીઓએ દિવા પ્રગટાવી એમનું સ્વાગત કર્યું હતું. સુખ સમૃદ્ધિની કામના માટે દિવાળીથી મોટો કોઈ તહેવાર નથી માટે આ અવસર પર માતા લક્ષ્‍મીની પૂજા કરવામાં આવે છે. દીપદાન, ધનતેરસ, ગોવર્ધનપૂજા, ભાઈ બીજ જેવા તહેવાર દિવાળી સાથે ઉજવવામાં આવે છે.

પુરાણો અનુસાર, ત્રેતાયુગમાં જયારે ભગવાન શ્રીરામ રાવણનું વધ કરી પાછા આયોધ્યા આવી રહ્યા હતા ત્યાં લોકોએ એમનું સ્વાગત કરી દિપક પ્રગટાવ્યા હતા. સ્વાગતને દર વર્ષે લોકો દિવાળીના તહેવારના રૂપમાં ઉજવે છે. દિવાળીના દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્‍મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવામાં આવે છે. સાથે જ આખા ઘરમાં દિવા સળગાવવામાં આવે છે. ભગવાન ગણેશ અને માતા લક્ષ્‍મીની પૂજા પછી પતાસાનો પ્રસાદ વેહેંચી એક બીજાને દિવાળીની શુભકામના આપવામાં આવી છે. માન્યતા અનુસાર એવું કરવાથી માતા લક્ષ્‍મી ઘરમાં વાસ કરે છે. એનાથી વ્યક્તિના ઘરમાં ધનની કોઈ કમી રહેતી નથી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags