VTV News

1.2M Followers

સાવધાન ! / તમારા બાળકો આવી રીતે ફટાકડા ફોડે તો અત્યારે જ અટકાવી દેજો, જુઓ સુરતમાં કેવો બન્યો કિસ્સો

28 Oct 2021.3:21 PM

  • માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો
  • યોગી ચોક વિસ્તારમાં ફટાકડા ફોડતા ભડકો
  • સોશિયલ મીડિયામાં ઘટનાના CCTV વાયરલ

દિવાળીના તહેવારમાં નાના બાળકોથી લઈને મોટા લોકોમાં ફટાકડાને ફોડવાને લઈને ઉત્સાહ જોવા મળતા હોય છે, ખાસ કરીને નાના બાળકોમાં પરતું ક્યારે નાના બાળકો સમજના અભાવે એવું કરી બેસે છે કે માતા પિતા અને પરિવારજનોને પસ્તાવાનો વારો આવે છે.

જુઓ આ દ્રશ્યો જેમાં બાળકો ફટાકડાની મજા માણી રહ્યા છે અને અચાનક બ્લાસ્ટ થઈ જાય છે.


યોગી ચોક વિસ્તારમાં ફટાકડા ફોડતા ભડકો

સુરતમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, શહેરના યોગી ચોક વિસ્તારમાં ગટરના ઢાંકણાં ઉપર ફટાકડા ફોડવાનું નાના બાળકોને ભારે પડ્યું, તુલસી દર્શન સોસાયટી પાસે નાના બાળકો ફટાકડા ફોડી રહ્યા છે ત્યારે ગટરના ઢાંકણામાં આગ લાગી જતા બાળકો દાઝી જાય છે, આ આખી ઘટના સોસાયટી બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા સમગ્ર ઘટના સામે આવી છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાળકો ગટરના ઢાંકણ પાસે ફટાકડા ફોડવા માટે ટોળામાં એકત્રિત થયા હતા ત્યાં ફટાકડા ફોડવા જતાની સાથે જ એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે પાંચ બાળકો આગની જ્વાળામાં દાઝી ગયા હતા.

સોશિયલ મીડિયામાં ઘટનાના CCTV વાયરલ

આ આગની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ઉલ્લેખનિય છે કે ગટરમાં સળેલો કચરોના કારણે મિથેન ગેસનું પ્રમાણ જોવા મળતું હોય છે, આ મિથેન ગેસમાં નીકળતા ગટરના ઢાંકણા ઉપર ફટાકડા ફોડતા આગની ઘટના સામે આવી, મહત્વનું છે કે ગટરના ઢાંકણાંમાંથી પણ નિયમિત રીતે મિથેન ગેસ નીકળતો હોય છે અને બાળકોએ ફટાકડા ફોડવાનો પ્રયાસ કરતા આગની જ્વાળાઓ નીકળતા બાળકો દાઝી ગયા હતા.

માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો

દિવાળી, હોળી, ઉત્તરાયણ જેવા તહેવારોમાં બાળકોની સાથે વડીલોએ પણ રહેવું જોઈએ, બાળકો ફડકડા ફોડે ત્યારે ગંભીર દુઘર્ટના સર્જાઈ શકે છે, એવી જ રીતે હોળીના તહેવારોમાં પણ રંગ આંખોમાં જઈ શકે છે, તો ઉત્તરાયણમાં પતંગ લૂંટવાની ચક્કામાં ધાબા પરથી નીચે પટકાવવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. તો ક્યારે માંજા વડે હાથ કે ગળું કપાઈ જવાની કિસ્સા પણ સામે આવતા હોય છે. માતા-પિતાએ આવા તહેવારોમાં ખાસ કાળજી લેવી જોઈએ કે બાળકો જ્યારે પણ ફટાકડા ફોડે ત્યારે તેની આસપાસ હાજર રહેવું જોઈએ.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags