VTV News

1.2M Followers

BIG NEWS / ગુજરાતના આ કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, સરકારે ગ્રેડ-પેમાં કર્યો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

29 Oct 2021.12:13 PM

  • ગુજરાત સરકારનો મોટો નિર્ણય
  • ગુજરાત ST બસ ના ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ પે માં વધારો
  • ગ્રેડ પે માં વધારો 1 નવેમ્બરથી લાગુ કરાશે

ગુજરાત સરકાર દ્વારા દિવાળી પહેલા રાજ્યના ST બસ કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી છે. ST બસના ડ્રાઈવર અને કંડકટરનાં ગ્રેડ પેમા વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતનાં ST બસના ડ્રાઈવરનો ગ્રેડ પે 1800થી વધારીને 1900 કરવામાં આવ્યો છે જ્યારે કંડકટરનો ગ્રેડ પે 1650થી વધારીને 1800 કરવામાં આવ્યો છે. આ વધારો પહેલી નવેમ્બરથી જ લાગુ કરવામાં આવશે.

કેટલો થયો વધારો
ડ્રાઈવર: પહેલા 1800, હવે 1900
કંડકટર: પહેલા 1650, હવે 1800
લાગુ ક્યારથી થશે: પહેલી નવેમ્બર, 2021થી

નોંધનીય છે કે હાલમાં જ ગુજરાતનાં કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પેની માંગણીને લઈને જ સોશ્યલ મીડિયામાં આંદોલન ચલાવવામાં આવ્યું હતું કે પોલીસનાં પરિવાર દ્વારા ગાંધીનગરમાં કેટલીક જગ્યા પર ધરણાં પણ કરવામાં આવ્યા હતા. જોકે ગઈ કાલે જ સરકાર દ્વારા વાતચીત અને મંત્રણા બાદ પોલીસની માંગણીઓને લઈને કમિટીની રચાનાના આદેશ આપવામાં આવ્યા છે જે બાદ આંદોલન સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags