સંદેશ

1.5M Followers

તમારે જાણવું છે તમારા નામ ઉપર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે ? જાણો સરળ રીતે

31 Oct 2021.11:57 AM

ફ્રોડ કોલ અથવા તો ફ્રોડ થયા બાદ ઘણી વખત એ ખ્યાલ નથી પડતો કે આ કોલ ક્યાંથી કરવામાં આવ્યો હતો અને કોણે કર્યો હતો. એવા લોકો હંમેશા કોઈ બીજાના નામના સિમકાર્ડનો ઉપયોગ કરતા હોય છે. ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે કોઈ તમારૂ સિમ ઉપયોગ કરી રહ્યા હોય અને તમને ખબર પણ ન હોય. આ વાતને પગલે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન સતર્ક થઈ ગયું છે.

ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના પોર્ટલ ઉપરથી તમે તેની જાણકારી મેળવી શકો છો. તમે તેના પરથી જાણી શકો છો કે તમારા નામનું કોઈપણ સિમ તો અન્ય કોઈ વ્યક્તિ નથી વાપરી રહ્યું ને.

તમારે આ વાતની જાણકારી મેળવવા માટે સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પર જવાનું રહેશે. જણાવી દઈએ કે એક આઈડ ઉપર વધારેમાં વધારે 9 સિમ કાર્ડ જ આપવામાં આવે છે. જો તમને લાગે છે કે તમારી આઈડી ઉપર નકલી નંબર ચાલી રહ્યો છે. તો તે નંબરને સરકારની પોર્ટલની મદદથી બોલ્ક કરી શકો છો.

જાણો સમગ્ર માહિતી અને રીત

સૌથી પહેલા તમારે https://tafcop.dgtelecom.gov.in/alert.php ઓપન કરવું પડશે

લોગ ઈન કર્યા પછી તમારે તમારો મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે

તમારે એક ઓટીપી આવશે જેને તમારે એડ કરવાનો રહેશે

હવે તમને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશનમાંથી એક મેસેજ આવશે

આ મેસેજમાં તમારે એ જાણકારી આપવાની આવશે કે કેટલાક કનેક્શન હાલમાં એક્ટિવ છે

યૂઝર આ નકલી નંબરની ફરિયાદ આ જ સરકારી પોર્ટલ ઉપર કરી શકશે

સરકાર તમારા જણાવેલા આ નંબરની તપાસ કરશે

TrueCaller નો ઉપયોગ કરો

જો તમારે કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે છે તો તમારે એ જાણવાની સુવિધા આપવામાં આવે છે કે તમે કોલ કરનારા વ્યક્તિનું નામ જાણી શકો છો. તેના માટે એક જાણીતી એપ TrueCallerનો ઉપયોગ કરી શકો છો. તમે તેમાં બ્લોક કરવાની રિક્વેસ્ટ પણ જાહેર કરી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags