સંદેશ

1.5M Followers

સેમસંગ, સોની, એપલ સહિતના સ્માર્ટફોન પર 1 નવેમ્બરથી વોટ્સએપ સપોર્ટ નહીં કરે

31 Oct 2021.09:25 AM

વોટ્સએપ પર દર વર્ષે નવા ફીચર ઉમેરાતા એપની સાઇઝ વધે છે જેના પગલે જે સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જૂની હોય છે તેમને આ અપડેટનો લાભ મળતો નથી. ત્યારબાદ કંપની દ્વારા આ ઓપરેટિંગ સિસ્ટમ પર વોટ્સએપનો સપોર્ટ બંધ કરી દેવાય છે. 1 નવેમ્બરથી એન્ડ્રોઇડ 4.1 અને આઇઓએસ 10થી વધુ આધુનિક ઓપરેટિંગ સિસ્ટમ પર જ વોટ્સએપ કામ કરશે. જેના પગલે 31 ઓક્ટોબર 12.01 કલાકે મધરાત બાદ સેમસંગ, સોની, એપલ સહિતના સંખ્યાબંધ સ્માર્ટ ફોન પર વોટ્સએપની સેવાઓ બંધ થશે. જે યૂઝર્સની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ 4.1થી નીચે હશે તેમને વોટ્સએપ માટે નવા ફોન વસાવવા પડશે. જેમના સ્માર્ટફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવાની સુવિધાઓ હોય તેઓ ફોન અપડેટ કરીને વોટ્સએપની સેવાઓ ચાલુ રાખી શકે છે.

કયા ફોન પર વોટ્સએપ બંધ થશે

એન્ડ્રોઇડ અને આઇઓએસ પર ચાલતા 150 જેટલા સ્માર્ટ ફોન પર વોટ્સએપ બંધ થશે

એપલ-આઇફોન એસઇ, આઇફોન સિક્સએસ, આઇફોન સિક્સએસ પ્લસ

સેમસંગ-ગેલેક્સી ટ્રેન્ડ ટુ, ગેલેક્સી એસટુ, ગેલેક્સી એસથ્રી મિનિ, ગેલેક્સી એક્સકવર ટુ, ગેલેક્સી કોર, ગેલેક્સી એસ

એલજી - લ્યૂસિડ ટુ, ઓપ્ટિમસ એફ-7, ઓપ્ટિમસ એફ-5, ઓપ્ટિમસ એલ-3 ડયૂબલ, ઓપ્ટિમસ એલ-3, ઓપ્ટિમસ એલ-4 ટુ, ઓપ્ટિમસ એલ-2 સેકન્ડ

ઝેડટીઇ - ગ્રાન્ડ એસ ફ્લેક્સ, વી-956, ગ્રાન્ડ એક્સ ક્વાડ વી-987, ગ્રાન્ડ મેમો

હુવાવે - એસેન્ડ જી-740, એસેન્ડ મેટ, એસેન્ડ ક્વાડ એક્સએલ, એસેન્ડ ડી-1 એસ

સોની-એક્સ્પેરિયા માઇરો, એક્સ્પેરિયા નિઓ, એક્સ્પેરિયા આર્ક

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags