VTV News

1.2M Followers

ફેરફાર / Facebook નું નામ બદલાયા બાદ હવે WhatsApp પર આવ્યો આ મોટો બદલાવ, જાણો શું છે અપડેટ

01 Nov 2021.1:44 PM

  • ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે કંપનીનું નામ મેટા કર્યુ
  • વોટ્સએપમાં પણ એક મોટો ફેરફાર આવ્યો
  • વોટ્સએપના ડેવલપર્સે વોટ્સએપ ફ્રોમ ફેસબુક લાઈનને હટાવી

વોટ્સએપમાં પણ થયો ફેરફાર

કંપની અંતર્ગત વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવી એપ્સ પણ આવે છે અને હાલમાં આ નામ બદલ્યા બાદ વોટ્સએપમાં પણ એક મોટો ફેરફાર આવ્યો છે.

જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય. કારણકે ફેસબુક વોટ્સએપની પેરન્ટ કંપની છે. તમે જેવા પોતાના ફોન અથવા પછી કોમ્પ્યુટર પર વોટ્સએપ ખોલશો. તમને વોટ્સએપ ફ્રોમ ફેસબુક આ લાઈન જોવા મળશે. હવે જ્યારે કંપનીનું નામ બદલી નાખવામાં આવ્યું છે. વોટ્સએપમાં આ લાઈનને લઇ ફેરફાર કરાઈ રહ્યો છે.

આ છે ફેરફાર

રિપોર્ટસ મુજબ, વોટ્સએપ 2.21.220.24ના બીટા વર્ઝનમાં વોટ્સએપના ડેવલપર્સે વોટ્સએપ ફ્રોમ ફેસબુક લાઈનને હટાવી દીધી છે અને તેની જગ્યાએ વોટ્સએપ ફ્રોમ મેટાને લગાવી દીધુ છે. આ સાથે વોટ્સએપના સેટીંગ્સ મેનુમાં પણ ફેસબુકનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. જેને પણ હવે હટાવી દેવામાં આવ્યો છે.

વોટ્સએપનું નવુ બીટા વર્ઝન

વોટ્સએપના જે બીટા વર્ઝનની અમે વાત કરી રહ્યાં છે. તેની સાથે વોટ્સએપમાં થોડા ફેરફાર પણ કરવામાં આવશે. આ બીટા વર્ઝનમાં વોટ્સએપના બિઝનેસ એકાઉન્ટના મેસેજનું મુલ્યાંકન થઇ શકશે. ઉલ્લેખનીય છે કે, વોટ્સએપનું આ વર્ઝન ટેસ્ટિંગ ફેજમાં છે અને થોડા અઠવાડિયામાં વોટ્સએપના તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ફેસબુકે પોતાની કંપનીનું નામ બદલી મેટા રાખી દીધુ છે, જે મેટાવર્સ ટર્મથી નિકળ્યું છે. પરંતુ કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગનું એવુ કહેવુ છે કે કંપનીનું નામ બદલવાથી તેના કોર્પોરેટ સ્ટ્રક્ચર અને સારા સોફ્ટવેર અને હાર્ડવેર પ્રોડક્ટ્સમાં કોઈ ફેરફાર થશે નહીં.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags