GSTV

1.4M Followers

BREAKING / જાહેર થયા NEET ના પરિણામ, ઘરે બેઠા ઈમેલ દ્વારા મેળવો રિપોર્ટ કાર્ડ અને ફાઇનલ આન્સર કી

01 Nov 2021.8:15 PM

Last Updated on November 1, 2021 by Zainul Ansari

દેશભરના મેડિકલ કોલેજોમાં એડમિશનની રાહ જોઈ રહેલા પરીક્ષાર્થીઓ માટે મોટા સમાચાર છે. NTA નેશનલ એલિજિવિબિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ (NEET 2021) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. NTA એ વિદ્યાર્થીઓને નીટ 2021ના પરિણામ તેમના ઈમેલ પર મોકલી દાધા છે. ઉમેદવાર NTA NEET ની સત્તાવાર સાઇટ neet.nta.nic.in પર પરિણામ અને ફાઇનલ આન્સર કી બંને જોઇ શકે છે.

16 લાખ વિદ્યાર્થીઓ આપી NEET પરીક્ષા

તમને જણાવી દઈએ કે મેડિકલ કોર્સીસમાં એડમીશન માટે એન્ટ્રસ એક્ઝામ 12 સપ્ટેમ્બર 2021 સુધી આયોજીત કરવામાં આવ્યા હતા. આ વર્ષે અંદાજીત 16 લાખ ઉમેદવારેએ નીટની યૂઝી એક્ઝામ આપી હતી. NTANએ 15 ઓક્ટેમ્બર 2021ના રોજ પ્રોવિઝનલ આંસર-કી જાહેર કરી હતી.

કાઉન્સલિંગમાં પડશે આ વસ્તુઓની જરૂર

સુપ્રીમ કોર્ટે 28 ઓક્ટોબર 2021ના રોજ NTAને નીટ 2021ની પરીક્ષાના પરીણામ જાહેર કરવાની મંજૂરી આપી છે. ત્યાર પછી એનટીએએ એનઈઈટી પરીણામની સાથે ફાઈનલ આંસરકી પણ જાહેર કરી છે, હવે નીટનું પરીણામ જાહેર કર્યા પછી વિદ્યાર્થીઓને કાઉન્સિલીંગમાં શામેલ કરવાનું રહેશે. આ માટે ઉમેદવારોને નીટ 2021નું એડમિશન કાર્ડસ નીટ રીઝલ્ટનું રેન્ક લેટર અથવા સ્કોર કાર્ડ, 10મી 12મીનું સર્ટીફિકેટ , કોઈ એક આઈડી પાસપોર્ટ સાઈઝના ફોટોની જરૂરીયાત રહેશે.

આટલા વિદ્યાર્થીઓનું થશે એડમિશન

ઉલ્લેખનીય છે કે નેટ કાઉન્સલિંગ 2021 દ્વારા અંદાજે 83,075 એમબીબીએસ, 26,949 બીડીએસ, 52,720 આયુષ, 603 બીવીએસસી બેઠકો પર એડમિશન કરવામાં આવશે. જ્યારે આ વર્ષે BSC નર્સિંગમાં પણ એડમિશ નીટ સ્કોર દ્વારા કરવામાં આવશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags