VTV News

1.2M Followers

તમારા કામનું / Aadhaar Cardમાં કેટલી વખતે બદલી શકાય છે નામ, એડ્રેસ અને જેન્ડર? જાણો શું છે નિયમો

03 Nov 2021.4:23 PM

  • Aadhaar Cardમાં કેટલી વખત બદલી શકાય છે નામ?
  • કેટલી વખત કરી શકો છો જન્મતારીખ અપડેટ?
  • જાણો શું છે UIDAIના નિયમો

Aadhaar Card ભારત સરકાર દ્વારા ભારતના નાગરીકો ને આપવામાં આવતું મહત્વપૂર્ણ ઓળખપત્ર છે. તે દરેક ભારતીય નાગરિક માટે જરૂરી દસ્તાવેજ છે.

વગર આધાર કાર્ડે આપમા દેશમાં કોઈ પણ સરકારી કામ નથી કરી શકાતા. માટે આ સૌથી જરૂરી છે કે દરેક આધાર કાર્ડ ધારકનું નામ, એડ્રેસ અને ફોન નંબર અપડેટ હોય. ઘણી વખત આધાર કાર્ડમાં અમુક ભૂલો થઈ જાય છે. જેને સુધારવા માટે કાર્ડધારકને જનસેવા કેન્દ્ર જવું પડે છે.

આધાર કાર્ડમાં ફેરફાર કરનાર UIDAIએ જણાવ્યું કે કાર્ડમાં અપડેશનની એક સીમા છે. તેનો મતલબ છે કે કોઈ પણ હોલ્ડરને આધાર કાર્ડમાં નામ, એડ્રેસ અને મોબાઈલ નંબરને અપડેટ કરવાની સીમા નક્કી કરવામાં આવી છે. જોકે આધાર કાર્ડધારક ઘણા ફેરફાર ઓનલાઈન પણ કરી શકે છે. જોકે અમુક અપડેટ માટે તેમને સેન્ટરમાં જ જવું પડે છે. ત્યાં જ યુઆઈડીએઆઈ કાર્ડધારકોને દસ્તાવેજમાં ફેરફાર કરવા માટે અમુક ફી પણ આપવી પડે છે.

કેટલી વખત કરી શકાય છે નામ અપડેટ?
આધાર કાર્ડમાં નાની ભૂલના કારણે ઘણી વખત મોટા મોટા કામ રોકાઈ જાય છે. UIDAIએ પોતાના એક ઓફિશ્યલ જાહેરાતમાં જણાવ્યું કે કોઈ પણ આધાર કાર્ડમાં નામની ભૂલને વધુમાં વધુ 2 વખત બદલી શકાય છે. નામ બદલવા માટે તમારે કોઈ આધાર કેન્દ્ર જવાની જરૂર નથી. ઘરે બેઠા ઓનલાઈન પણ ફેરફાર કરી શકાય છે.

કેટલી વખત કરી શકો છો જન્મતારીખ અપડેટ?
કાર્ડહોલ્ડર પોતાના આધાર કાર્ડમાં આપવામાં આવેલા બર્થ ડેટની ભૂલને ત્રણ વર્ષના સમયગાળાની અંદર જ બદલી શકે છે. જેનો મતલબ છે કે જો આધાર કાર્ડમાં જન્મતિથિ ત્રણ વર્ષ આગળ અથવા ત્રણ વર્ષથી વધારે છે તો તમે તેમાં ફેરફાર નહીં કરી શકો. ત્યાં જ એડ્રેસ ભૂલને એક વખત અપડેટ કરવામાં આવી શકે છે.

કેટલી વખત કરી શકો છો જેન્ડર અપડેટ?
જો તમારા કાર્ડમાં દાખલ જેન્ડરમાં કંઈક મિસ્ટેક છે તો તેને અપડેટ કરવા માટે આધાર રજીસ્ટ્રેશન/ અપડેશન કેન્દ્ર પર જવાનું રહેશે. જન્મતિથિની જેમ જ જેન્ડરને પણ કાર્ડધારક આધાર કાર્ડ પર ફક્ત એક વખત બદલી શકાય છે. UIDAIએ વર્ષ 2019માં પ્રકાશિત અધિસુચનામાં એ સ્પષ્ટ કર્યુ છે કે ધારક ફક્ત લિંકને એક વખત જ અપડેટ કરી શકાય છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags