Mantavya News

297k Followers

વિધાનસભાની ચૂંટણી પહેલા UP માં યોગી સરકારે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ઘટાડો કર્યો, જનતાને આપી રાહત

04 Nov 2021.10:33 AM

દેશનાં ઘણા રાજ્યોમાં તાજેતરમાં વિધાનસભા અને લોકસભાની કેટલીક બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ છે. કેટલાક રાજ્યોનાં પરિણામોએ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ને આંચકો આપ્યો છે. ભગવા પાર્ટીએ હિમાચલ અને પશ્ચિમ બંગાળમાં પોતાની બેઠકો ગુમાવી છે. પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસ તેમજ ખાદ્યતેલની વધતી કિંમતો વચ્ચે પેટાચૂંટણી યોજાઈ હતી.

વધતી જતી મોંઘવારીની અસર પરિણામોમાં પણ જોવા મળી છે. જો કે ઉત્તર પૂર્વ અને મધ્યપ્રદેશનાં રાજ્યોમાં ભાજપને સફળતા મળી છે.

આ પણ વાંચો - Political / સ્ટેજ તૂટ્યો અને ધડામથી નીચે પડ્યા નેતાજી, જાણો પછી શું બોલ્યા

આપને જણાવી દઇએ કે, ગઈકાલે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ પર વેટ ઘટાડીને જનતાને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હીથી જાહેરાત થઇ અને જે રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાંની સરકારોએ પણ રાજ્યનાં હિસ્સાનો વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. જેના કારણે દિવાળી પહેલા જનતાને બમ્પર ભેટ મળી છે. આ કડીમાં ઉત્તર પ્રદેશ પણ કેવી રીતે પાછળ રહે? જણાવી દઇએ કે, આવતા વર્ષે ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે પહેલા UP ની યોગી સરકારે રાજ્યની જનતાને દિવાળીને એક મોટી ભેટ આપી છે. પેટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતોને લઈને યોગી સરકારે દિવાળીની મોટી ભેટ આપી છે. કેન્દ્ર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્ય સરકારોએ ઈંધણનાં ભાવમાં ઘટાડો કર્યો છે. સરકારનાં આ પગલાથી લોકોને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વેટ ઘટાડવાના નિર્ણય બાદ ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 12-12 રૂપિયાનો ઘટાડો થયો છે. ઉત્તર પ્રદેશ ઉપરાંત NDA શાસિત અન્ય રાજ્યોએ પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. યુપીની ચૂંટણીની સાથે સાથે બિહાર, આસામ, ત્રિપુરા અને કર્ણાટકની સરકારોએ પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો - પ્રહાર / પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા પર કોંગ્રેસે શું કહ્યું જાણો.

યુપીમાં થોડા મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીલક્ષી રાજ્યો યુપી અને ગોવાએ સૌથી વધુ અને બિહારમાં સૌથી ઓછી કપાત કરી છે. યુપી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર 12 રૂપિયા વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. ગોવા સરકારે પણ કાપની જાહેરાત કરી છે. ઉત્તરાખંડ, સિક્કિમની સાથે-સાથે ઘણા રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ ઘટાડવા વેટનાં દર ઘટાડવાની જાહેરાત કરી છે. કર્ણાટક, ગોવા, ત્રિપુરા અને આસામની સરકારોએ બન્ને ઇંધણને વધુ સસ્તું બનાવવા માટે ટેક્સમાં વધુ ઘટાડો કર્યો છે. આ રાજ્ય સરકારોએ પેટ્રોલ અને ડીઝલ પરનાં ટેક્સમાં સાત-સાત રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેના કારણે ડીઝલનાં ભાવમાં પ્રતિ લીટર રૂ. 17 અને પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લીટર રૂ. 12નો ઘટાડો થશે. બિહારમાં નીતીશ સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. પેટ્રોલ પર 1 રૂપિયા 30 પૈસા અને ડીઝલ પર 1 રૂપિયા 90 પૈસાની રાહત આપવાની તૈયારી છે. કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બંને રાહતો બાદ બિહારનાં લોકોને પેટ્રોલ 6.30 રૂપિયા અને ડીઝલ 11.90 રૂપિયા સસ્તું મળશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Mantavya News Gujarati

#Hashtags