ABP અસ્મિતા

413k Followers

T20 World Cup 2021: આવતીકાલથી ટી20 વર્લ્ડકપનો પ્રારંભ, જાણો કઈ ચેનલ પરથી થશે ટેેલિકાસ્ટ, જુઓ સંપૂર્ણ શિડ્યૂલ

16 Oct 2021.3:42 PM

T20 World Cup 2021: IPL 2021 ભલે પૂરી થઈ ગઈ હોય પણ યુએઈ અને ઓમાનમાં ક્રિકેટનો રોમાંચ ચાલુ રહેશે. આ વખતે ક્રિકેટ ટીમો ટી-20ના બાદશાહ બનવા રમશે. યુએઈમાં 17 ઓક્ટોબરથી આઈસીસી ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે. 17 ઓક્ટોબરે ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડમાં આ ટુર્નામેન્ટના ક્વોલિફાયર રાઉન્ડનો પ્રથમ મુકાબલો રમાસે.

જ્યારે ટુર્નામેન્ટના વિજતાનો ફેંસલો 14 નવેમ્બરે દુબઈમાં રમાનારી ફાઈનલ સાથે થશે.

નાની ટીમો પણ ભાગ લેશે
ટુર્નામેન્ટમાં મોટી ટીમો સાથે સાથે કેટલીક નાની ટીમો પણ ભાગ લઈ રહી છે. આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ, ઓમાન, પાપુઆ ન્યુ ગિની જેવી નાની ટીમો પણ પ્રથમ વખત ટુર્નામેન્ટમાં રમશે. આઈસીસી દ્વારા મંગળવારે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ભારત પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનનો સામનો કરશે. બંને કટ્ટર હરીફ વચ્ચે 24 ઓક્ટોબરે મેચ રમાશે.

કઈ ચેનલ પરથી ટેલિકાસ્ટ થશે

ટી20 વર્લ્ડકપની મેચોનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ 1 પર હિન્દીમાં અને સ્ટાર સ્પોર્ટ્સ 2 પર ઈંગ્લિશમાં થશે. આ ઉપરાંત સ્ટાર સ્પોર્ટ્સ 2 પર અને સ્ટાર સ્પોર્ટ્સ એચડી પર પણ થશે. ડિઝની હોટસ્ટાર પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ નીહળી શકાશે,

ભારતમાં ક્રિકેટની દિવાનગીને ધ્યાનમાં રાખીને દૂરદર્શન અને આકાશવાણીથી લાઇવ મેચ, રેડિયો કોમેંટ્રી પ્રસારિ થશે. ડીડી ફ્રી ડિશ પરથી ભારતની તમામ મેચ, સેમિ ફાઈનલ અને ફાઈનલનું પ્રસારણ થશે.

16 ટીમો રમશે 45 મેચ
આ રીતે પાડવામાં આવ્યા ગ્રુપઃ ટુર્નામેન્ટ માટે માર્ચ 20, 2021 સુધીના ટીમ રેન્કિંગના આધારે ગ્રુપ પાડવામાં આવ્યા. 8 ટીમો રાઉન્ડ-1માં રમશે જેમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ સામેલ છે. આ રાઉન્ડ ક્વોલિફાર રાઉન્ડ જેવો છે. જ્યારે અન્ય છ ટીમો આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાયર 2019 દ્વારા ક્વોલિફાઈ થઈ છે.

ભારત 24 ઓક્ટોબરના રોજ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. પ્રથમ રાઉન્ડમાં આઠ ટીમ સુપર 12માં સ્થાન મેળવવા માટે રમશે. આયરલેન્ડ, નેધલેન્ડ, શ્રીલંકા અને નામ્બિયાને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ગ્રુપ-બીમાં ઓમાન, પીએનજી, સ્કૉટલેન્ડ અને બાંગ્લાદેશની ટીમ છે. દર ગ્રુપની શીર્ષ બે ટીમ જ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે. સુપર 12 મુકાબલો 23 ઓક્ટોબરથી શરૂ થશે. આ પહેલા 17 ઓક્ટોબરથી પ્રથમ રાઉન્ડ રમવામાં આવશે.



સુપર 12ના ગ્રુપ-1માં વેસ્ટઇન્ડીઝ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા ઉપરાંત પ્રથમ રાઉન્ડમાં ગ્રુપ એની વિજેતા ટીમ અને ગ્રુપ બીની રનર અપ ટીમ હશે. જ્યારે ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન ઉપરાંત પ્રથમ રાઉન્ડની ગ્રુપ બીની વિજેતા ટીમ અને ગ્રુપ એની રનર અપ ટીમ હશે.

ભારતની મેચ:

24 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન
31 ઓગ્ટોબર: ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
3 નવેમ્બર: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન
5 નવેમ્બર: ભારત વિરુદ્ધ ક્વૉલિફાયર બી-1
8 નવેમ્બર: ભારત વિરુદ્ધ ક્વૉલિફાયર એ-2



નૉકઆઉટ તબક્કો:

10 નવેમ્બર: સેમીફાઇનલ 1
11 નવેમ્બર: સેમીફાઇનલ 2
14 નવેમ્બર: ફાઇનલ

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ABP Asmita