VTV News

1.2M Followers

સરસ / WhatsApp પર જોરદાર ફીચર: એક ક્લિકમાં થઈ જશે આ કામ, યુઝર્સ બોલ્યા ભાઈ વાહ! બહુ જરૂર હતી

16 Oct 2021.1:38 PM

  • વોટ્સએપની નવી અપડેટથી યૂઝર્સને ઘણાં રસપ્રદ ફીચર્સ મળ્યાં
  • વોટ્સએપમાં તમે દરરોજ કરતા ચેટને ગાયબ કરી શકો છો
  • વોટ્સએપ એપમાં એક આર્કાઈવ ચેટનો ઓપ્શન હશે, તેને ટેપ કરો

વોટ્સએપ પર આ રીતે ગાયબ કરો મેસેજ

આમ તો વોટ્સએપ પર પહેલાં પણ કોઈ પર્સનલ ચેટને છુપાવવાનું ફીચર હતુ.

પરંતુ આ ફીચરમાં જેવો કોઈ ચેટ પર મેસેજ આવતો હતો. ચેટ સ્ક્રીન પર સામે આવી જતી હતી. નવી અપડેટ બાદ તમે કાયમી ચેટને ગાયબ કરી શકો છો અને પછી તમે જ્યાં સુધી ચેટને આર્કાઈવ ફોલ્ડરમાંથી હટાવશો નહીં ત્યાં સુધી ચેટ તમારી સ્ક્રીન પર આવશે નહીં. એટલેકે આ ચેટ સાથે જોડાયેલુ કોઈ પણ નવુ નોટીફિકેશન પોપ-અપ થશે નહીં.

ચેટને આર્કાઈવ કરવાની પદ્ધતિ

આ ફીચરનો ઉપયોગ કરવાની પદ્ધતિ જાણતા પહેલાં આવશ્ય યાદ રાખો કે તમારા ફોનમાં વોટ્સએપ એપ લેટેસ્ટ વર્ઝનની હોય. ત્યારબાદ પોતાના સ્માર્ટ ફોનમાં વોટ્સએપની એપ ખોલો અને જે ચેટને તમારે આર્કાઈવ કરવી છે, તે ચેટ પર લોગ પ્રેસ કરો. આમ કરવાથી તમારી સામે કેટલાંક ઓપ્શન આવશે જેમાંથી એક આર્કાઈવ ચેટનો ઓપ્શન પણ હશે. આ ઓપ્શન પર ટેપ કરો અને તમારી ચેટ સ્ક્રીન પરથી ગાયબ થઇ જશે.

iPhone યૂઝર્સ માટે આ ફીચરનો ઉપયોગ કરવો થોડો અલગ

ઉલ્લેખનીય છે કે, iPhone યૂઝર્સ માટે આ ફીચરનો ઉપયોગ કરવો થોડો અલગ છે. જો તમે તમારી ચેટને આર્કાઈવ કરવા માંગો છો તો જે ચેટને તમે છુપાવવા માંગો છો તેને ડાબી બાજુ સ્લાઈડ કરો. આમ કરવાથી તમને ચેટ સાથે જોડાયેલા કેટલાંક ઓપ્શન જોવા મળશે. જેમાં આર્કાઈવ ચેટનો વિકલ્પ પણ રહેશે.

તમે આ ચેટને કેવીરીતે જોઈ શકો છો ?

જો તમે આ ચેટને જોવા માંગો છો અને આ ચેટને ડિલીટ કરવા માંગો છો તો તેની પણ સરળ પદ્ધતિ છે. તમારા ફોનમાં વોટ્સએપ ઓપન કરો અને ચેટમાં સૌથી ઉપર તમને એક ડબ્બા જેવુ આઈકન જોવા મળશે. જેના પર ક્લિક કરવાથી તમે તમારા આર્કાઈવ ફોલ્ડર જોઈ શકશો. તમે ઈચ્છશો તો એ જ ફોલ્ડરમાં ચેટ ઓપન કરીને રિપ્લાય કરી શકો છો. જેનાથી ચેટ આર્કાઈવ રહે અથવા પછી તમે ચેટ પર લોગ પ્રેસ કરી અનઆર્કાઈવ ચેટના ઓપ્શન પર ક્લિક કરી તેને પોતાના મેન ચેટ્સવાળા કોલમમાં લાવી શકો છો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags