સંદેશ

1.5M Followers

RBIના આ નિયમથી ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા રૂપિયા આવશે પાછા

17 Oct 2021.7:36 PM

  • RBI લાવ્યું છે ઓનલાઈન બેંકિંગને લઈને ખાસ નિયમ
  • ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા રૂપિયા મળશે પરત
  • ગ્રાહકોએ તરત જ કરવાના રહેશે આ કામ
  • આજકાલ અનેક લોકો પોતાના કામને સરળ કરવા માટે ઓનલાઈન ટ્રાન્સફરનો ઉપયોગ કરે છે. આ સમયે અનેક વાર એવું પણ બને છે કે નાની ભૂલના કારણે તમારા રૂપિયા ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે અને તમને નુકસાન થાય છે.

    બેંકિંગ ફ્રોડના કિસ્સામાં પણ આવું શક્ય છે. જો તમે કોઈ પણ સમયે ખોટા એકાઉન્ટમાં રૂપિયા જમા કરી દો છો તો તેને પરત મેળવી શકો છો. પણ તેના માટે તમારે RBIના નિયમનું પાલન કરવાનું રહે છે. જાણો શું કરશો.

    બેંકને તરત જ જાણ કરો
    જેમકે તમને ખ્યાલ આવે કે તમે ભૂલથી ખોટા એકાઉન્ટમાં રૂપિયા મોકલ્યા છે તો બેંકને તરત જ જાણ કરો. ગ્રાહક સેવા નંહર પર ફોન કરો અને તમારી મુશ્કેલી જણાવો. બેંક ઈમેલથી જાણકારી આપે છે તો ખોટા ટ્રાન્ઝેક્શનની માહિતી આપો. આ ટ્રાન્ઝેક્શનની તારીખ અને સમય નોંધી રાખો અને સાથે તમારો એકાઉન્ટ નંબર અને જે એકાઉન્ટમાં ખોટી રીતે ફંડ ટ્રાન્સફર કરાયું છે તે બેંકને પણ જાણ કરો.

    તમારી બેંકમાં ટ્રાન્સફર થયું છે તો

    જો તમે ખોટી બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તો ખોટો એકાઉન્ટ નંબર કે ખોટા IFSC કોડ છે તો રૂપિયા જાતે જ તમારા ખાતામાં આવી જશે. જો આવું નથી થતું તો તમે તમારી બેંક બ્રાન્ચમાં જાઓ અને બ્રાન્ચ મેનેજરને મળો. ખોટા લેન દેનની જાણકારી આપો. સાબિત કરો કે રૂપિયા ક્યાં ગયા છે. બેંકની બ્રાન્ચમાંથી કોઈ એકમાં ખોટી લેવડદેવડ છે તો આ જલ્દીથી તમારા ખાતામાં જમા થઈ જશે.

    અન્ય બ્રાન્ચમાં ટ્રાન્સફર થાય તો શું થશે
    ભૂલથી કે અજાણતા કોઈ અન્ય બેંકના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાયા છે તો તેને પરત લેવામાં સમય લાગી શકે છે. બેંક આ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં 2 મહિનાનો સમય લેતી હોય છે. તમે જાણી શકો છો કે કયા શહેરની કઈ બેંકની કઈ બ્રાન્ચમાં અને કયા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાયા છે. તમે તે બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો અને સાથે જ જે તે વ્યક્તિને પણ પર્સનલી કહી શકો છો કે ભૂલથી તેના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા છે તો તે તેને પરત કરી આપે.

    કોર્ટમાં પણ જઈ શકો છો
    બેંકની મદદથી તમારું કામ ન થાય તો રૂપિયા પરત લેવા માટે તમે કોર્ટમાં પણ જઈ શકો છો. જો સામેની વ્યક્તિ તમને રૂપિયા પરત આપવાની ના પાડે તો તમે તેને માટે અરજી કરી શકો છો. આમ છતાં પણ રૂપિયાનો ઉકેલ ન આવે તો તમે રિઝર્વ બેંકના નિયમની મદદ લઈ શકો છો.

    શું છે RBIનો નિયમ

    એક બેંક એકાઉન્ટથી અન્ય બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે તમારે મોબાઈલ અને મેલ પર મેસેજ કરવાનો રહે છે. તેમાં લખ્યું હોય છે કે ટ્રાન્ઝેક્શન ખોટું હશે તો આ ફોન નંબર પર મેસેજ કરો. RBIએ બેંકને આદેશ આપ્યા છે કે ખોટી રીતે કોઈની તરફથી રૂપિયા ખાતામાં આવ્યા છે તો તમે બેંકને જલ્દી જાણ કરો અને તેની પર તેઓ કાર્યવાહી કરશે.

    તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

    Disclaimer

    Disclaimer

    This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

    #Hashtags