GSTV

1.3M Followers

સાવધાન/ વોટ્સએપ યુઝર્સ બની રહ્યા છે ફ્રોડનો શિકાર, હવે આ રીતે લૂંટી રહ્યા છે આપના રૂપિયા, બચવા માટેના આ રહ્યા સરળ સ્ટેપ

18 Oct 2021.8:09 PM

Last Updated on October 18, 2021 by Pravin Makwana

જો આપ વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઈંસ્ટાગ્રામ અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છો, તો આપ ખતરામાં છો. સોશિયલ મીડિયાથી મિત્રો અને પરિવાર સાથે વાતચીત કરી શકે છે. પણ
તેનાથી આપ છેતરાઈ પણ શકો છો. આ સીધી રીતે અટેક નથી કરતા, પણ યુઝર્સને મજૂબર કરે છે, તે પોતાની પર્સનલ જાણકારી આપે અને તેનાથી યુઝર્સ પાસેથી પૈસા ચોરી લે.

સો. મીડિયા પર ખાસ કરીને એક મેસેજ આવે છે, જે અમુક પ્રકારની લાલચ અથવા લોભ આપવાનું વચન આપે છે તથા તેમને ત્યાં અમુક લિંક પર ક્લિક કરવા માટે બોલાવે છે.

એક ક્લિક કરીને કંગાળ થઈ જાય છે યુઝર્સ

યુઝર્સને આ લિંક્સ પર ક્લિક કરીને આ લાભો આપવાનો એક માત્ર રીત ગણાવે છે. જો કે, જેવું યુઝર્સ લિંક પર ક્લિક કરે છે, અમુક એપ અથવા મેલવેર યુઝર્સને ફોન અથવા કોમ્પ્યુટર પર ડાઉનલોડ થઈ જાય છે. આ યુઝર્સની જાસૂસી કરવા અને ફ્રોડ લોકોને જાણકારી મોકલવા માટે ડિઝાઈન કરવામાં આવે છે. તમામ ગતિવિધિઓ પર સરળતાથી નજર રાખી શકે છે અને યુઝર્સની જાણકારી વગર માહિતી મોકલવામાં આવે છે.

ક્લિક કર્યા બાદ યુઝર્સ પાસેથી અમુક ફોર્મ ભરવા અને યુઝર્સ નેમ તથા પાસવર્ડ નાખવાનું કહેવામાં આવે છે. આ ફોર્મ નકલી હોય છે. અને ખાસ કરીને નકલી વેબસાઈટ પરથી આવે છે. જેને આવી રીતે ડિઝાઈન કરવામાં આવે છે કે, એક સત્તાવાર બેંક અથવા અન્ય સંસ્થા માફક દેખાય. ફ્રોડ લોકો દ્વારા રચવામાં આવેલી આ જાળમાં મોટા ભાગે લોકો ફસાઈ જતાં હોય છે.

આવા ફ્રોડ લોકોથી બચવા માટે અમુક ખાસ પ્રકારની વાતો છે, જે આપે ધ્યાનમાં લેવી જોઈએ.

  • જ્યારે કોઈ મોટા ફાયદા કરાવાની વાત કરે અથવા પૈસા માગે તો સમજી જાવ કે, આ છેતરપીંડી છે. યાદ રાખજો, કે કંઈ પણ મફતમાં નથી મળતુ અને જે લોકો આવા વચનો આપે છે, તે બીજા લોકોને છેતરવા માગે છે.
  • જ્યારે પણ કોઈ આપને યુઝર્સ નેમ અથવા પાસવર્ડ અથવા અન્ય સંવેદનશીલ જાણકારી માગે, તો તેને એક કૌભાંડ સમજો, કેમ કે કોઈ પણ બેંક અથવા અન્ય કાયદેસર વ્યવસાય આપની પાસે ગુપ્ત જાણકારી માગશે નહીં.
  • બેંકીંગ ડિટેલ્સ જે ક્યારેય પણ કોઈની સાથે શેર કરવા નહીં, તેમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ નંબર, સીવીવી, પિન, ઈંન્ટરનેટ બેંકીંગ યુઝર આઈડી, ઈંન્ટરનેટ બેંકીંગ પાસવર્ડ શામેલ છે.
  • ક્યારેય પણ ફોનમાં આવેલો ઓટીપી કોઈની પણ સાથે શેર ન કરો. આ છેતરપીંડી દ્વારા આપના બેંક ખાતા અથવા આપની પાસે રહેલ અન્ય વ્યક્તિગત ખાતા સુધી પહોંચવાનો રસ્તો હોઈ શકે છે. તેમાં આપના આધાર કાર્ડથી લઈને ઈ કોર્મસ સુધીની વેબસાઈટ બધુ જ જોડાયેલું હોય છે.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags