GSTV

1.4M Followers

કૃષિ રાહત પેકેજ / જાણો તમને સહાય મળશે કે નહીં, વાંચો સહાય મંજૂર થઈ છે એ તમામ ગામોનું લિસ્ટ એક જ ક્લિકે.

19 Oct 2021.8:43 PM

Last Updated on October 19, 2021 by pratik shah

જીએસટીવી એટલે ખેડૂતોનો બુલંદ અવાજ, ખેડૂતોનો પ્રશ્નો અન સમસ્યાને લઈને જીએસીટીવી હંમેશા એગ્રેસર રહ્યું છે. જીએસીટીવી પાસે સૌથી પહેલા અને એક્સક્લુઝીવ માહીતી આવી છે. પુર અને અતિવૃષ્ટીના સર્વે બાદ રાજ્ય સરકારે ચાર જામનગર, જૂનાગઢ, રાજકોટ અને પોરંબદર જિલ્લા માટે રાહત પેકેજ નક્કી કર્યું છે.

ગુજરાત સરકારે ચોમાસા દરમિયાન ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલા નુકસાન બદલ સહાય જાહેર કરી છે. આ સહાય ચાર જિલ્લા જૂનાગઢ, જામનગર, રાજકોટ અને પોરબંદરના ખેડૂતોને મળવાની છે. એ ચાર જિલ્લામાં પણ વળી ક્યા ગામોને અસરગ્રસ્ત ગણવા તેનું સરકારે લિસ્ટ નક્કી કર્યું છે. એ ચારેય જિલ્લાના ગામોનું લિસ્ટ અહીં રજૂ કર્યું છે. એ જોઈને જાણી શકાશે કે તમારા ગામને સહાય મળવાની છે કે નહીં.

રાહત સહાય પેકેજનો લાભ મેળવવા ઈચ્છુક અસરગ્રસ્ત ખેડૂતે ૮ -અ,તલાટીનો વાવેતરનો દાખલો, ૭-૧૨, આધાર નંબર, બેંક ખાતાની વિગતો સાથેની પાસબુકની નકલ, મોબાઈલ નંબર તેમ જ સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહી સાથેનું ના-વાંધા સંમતિપત્રક વગેરે સાથે ટીડીઓ(તાલુકા વિકાસ અધિકારી)ને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
• એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. આધાર નંબર ન હોય તો આધાર કાનૂન(એક્ટ)માં નિયત જોગવાઈ મુજબના જરૂરી દસ્તાવેજો સહાય માટે રજૂ કરવા પડશે.

• ખાતેદારના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારોએ પેઢીનામું રજૂ કરવાનું રહેશે. અને કોઈ એક જ વારસદારને સહાય મળવાપાત્ર થશે. અને તે અંગે અન્ય વારસદારો તથા ખાતાના અન્ય ખાતેદારઓએ સંમતિનું સોંગદનામું આપવું પડશે.
• વનઅધિકારપત્ર સનદ હેઠળ મેળવેલી જમીનના ખેડૂતોને પણ તથા વન વિસ્તારના સેટલમેન્ટ ગામોમાં ખેતી કરતા અસરગ્રસ્ત ખેડૂતોને પણ જરૂરી આધાર પુરાવા રજૂ કર્યેથી સહાયનો લાભ મળશે.
• સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે નહીં.

ક્યા જિલ્લાના કેટલા ગામોનો સમાવેશ?

જામનગર-320
રાજકોટ-156
જૂનાગઢ-135
પોરબંદર- 71
કુલ-682

ચાર જિલ્લાના ક્યા ક્યા તાલુકાનો સમાવેશ?
જિલ્લો : જામનગર
તાલુકા : ધ્રોલ, જોડિયા, કાલાવડ, જામનગર, લાલપુર, જામજોધપુર,

જિલ્લો : રાજકોટ
તાલુકા : ઉપલેટા, કોટડા સાંગાણી, જામ કંડોરણા, ગોંડલ, ધોરાજી, પડધરી, લોધિકા, રાજકોટ,

જિલ્લો : જૂનાગઢ
તાલુકા : કેશોદ, માણાવદર, વંથલી, માંગરોળ, વિસાવદર

જિલ્લો : પોરબંદર
તાલુકા : પોરબંદર, કુતિયાણા, રાણાવાવ

જીએસટીવીએ રાહત પેકેજના સમાચાર દર્શાવ્યાના 22 કલાક બાદ સત્તાવાર જાહેરાત કરી. સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્રમાં ચાર જિલ્લા જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં થયેલી અતિવૃષ્ટી અને પુરથી થયેલી પાક નુકસાની માટે ખેડૂતોને સહાય મળશે. રાજ્ય સરકારે 33 ટકાથી વધુ નુકસાની માટે હેક્ટરે 13 હજારની સહાય નક્કી કરી છે. સરકાર એસડીઆરએફના ધારાધોરણ અંતર્ગત સહાય ચૂકવશે.

6 હજાર 800 રૂપિયા એસડીઆરએફ અંતર્ગત આપશે,,જ્યારે 6 હજાર 200 રૂપિયા રાજ્ય સરકાર ચૂકવશે. સપ્ટેબરમાં ચાર જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી,,,જે બાદ સર્વે કરવામાં આવ્યો. સરકારના ઠરાવ મુજબ જામનગરના 320 ગામડા, રાજકોટના 165 ગામ, જૂનાગઢના 135 ગામ અને પોરબંદરના 71 ગામને સહાયનો લાભ મળશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags