GSTV

1.3M Followers

યુવાનો તૈયાર થાય / ગ્રામ પંચાયતોમાં 13 હજારની ભરતી કરાશે : જુનિયર કલાર્ક, તલાટી, હિસાબનીશ સહિતના 15 વર્ગોની જગ્યા ભરાશે

19 Oct 2021.6:00 PM

Last Updated on October 19, 2021 by pratik shah

ગુજરાત રાજ્યનાં પંચાયત વિભાગમાં લાંબા સમય બાદ ભરતીની કવાયત શરુ કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયતનાં માળખામાં આશરે ૧૬૬૦૦ જેટલી જગ્યાઓ ખાલી છે તેમાંથી ૧૩૦૦૦ જગ્યાઓ ભરવા માટેની વહીવટી પ્રક્રિયા ચાલુ છે.

નવેમ્બરમાં રાજયની દસ હજાર ગ્રામ પંચાયતની ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વે આ ભરતીની જાહેરાત કરી ઓન લાઈન અરજીઓ મંગાવવા સરકાર આગળ વધી રહી છે.

રાજ્યની ૩૩ જિલ્લા પંચાયતો પાસેથી વર્ગ - ૩ ની ભરતીની સત્તા રાજ્ય સરકારે લઈ લીધા બાદ હવે પંચાયત પસંદગી મંડળને આ સત્તા સોંપવામાં આવી છે. સ્ટાફ ન હોવાથી પંચાયતનાં વિભાગોમાં કામો ખોરંભે પડી રહયા હોવાની વ્યાપક ફરિયાદો બાદ રાજ્યની નવી સરકારે પંચાયત વિભાગમાં ભરતીને પ્રાથમિકતા આપી છે અને ૧૦૦ દિવસનાં એકશન પ્લાનમાં પણ તેનો સમાવેશ કર્યો છે.

સરકારની લીલીઝંડી બાદ ૧પ જેટલા સંવર્ગની ૧૩૦૦૦ કર્મચારીઓની ભરતી માટેની દરખાસ્ત હાલ નાણાં વિભાગને પણ મોકલી દેવામાં આવી હોવાનું પંચાયત વિભાગનાં સૂત્રોએ જણાવ્યુ હતુ. જુનિયર કલાર્ક, તલાટી, વિસ્તરણ અધિકારી, હિસાબનીશ સહિતની જગ્યાઓ ભરવામાં આવશે. જીપીએસસી દ્રારા કલાસ - ૧ અને કલાસ - ર ની ભરતી થાય છે. દરમિયાન પંચાયતોમાં વર્ગ - ૪ માં પટાવાળાની ભરતી તો બંધ જ કરી દેવામાં આવી છે વર્ષોથી પટાવાળની ભરતી કરવામાં નથી આવી હવે જરુર લાગે તે કચેરીમાં આઉટસોસિંગથી ભરતી કરવા સરકારની ગાઈડ લાઈન છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags