VTV News

1.2M Followers

ખુશખબર / દિવાળી પર 7000 થી 18000 રૂપિયા વધીને આવશે પગાર, કર્મચારીઓને મોદી સરકારની ગિફ્ટ!

20 Oct 2021.11:17 AM

  • મોદી સરકારની કર્મચારીઓને ભેટ
  • આ વર્ષે આપવામાં આવશે દિવાળી બોનસ
  • 7000 થી 18000 રૂપિયા વધીને આવશે પગાર

દિવાળી બોનસ મળશે
ઉલ્લેખનિય છે કે પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસ અને નોન પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસનું એલાન કર્યું છે.

ઇન્ડિયન રેલવેને 11.56 લાખ કર્મચારિયો છે જેને સૌથી પહેલા સરકારની આ ગિફ્ટ મળી છે. સરકારે તેમને 78 દિવસનું બોનસ આપવાનું એલાન કર્યું છે. તેમને લગભગ 17950 રૂપિયાનું બોનસ મળશે. નોન ગેજેટેડ કર્મચારીઓમાં RPF/RPSF personnel સામેલ નથી.

કેન્દ્રિય કર્મચારીઓને મળશે બોનસ
વર્ષ 2020-21 માટે કેન્દ્રિય કર્મચારીઓને પણ બોનસસ આપવાની ઘોષણા કરી છે. ફાઇનાન્સ મિનીસ્ટ્રી અનુસાર આર્મ્ડ ફોર્સીસ કર્મચારીઓ પણ સામેલ થશે. તેમને પણ બોનસ આપવામાં આવશે.

કોને મળશે ફાયદો
કેન્દ્ર સરકારે નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ-હોક બોનસ) ની ગ્રાન્ટ મંજૂર કરી છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના 2020-21 માટે 30 દિવસની ઇમ્યુલમેન્ટની સમકક્ષ છે. આ ફાયદો ગ્રુપ 'સી' અને ગ્રુપ 'બી'ના દરેક નોન ગેજેટિડ કર્મચારીઓ, જે કોઈ પ્રોડિક્ટિવિટી લિંક્ડ બોનસ યોજના હેઠળ નથી આવતા તેમને આપવામાં આવશે. નાણાં મંત્રાલય અનુસાર, એડહોક બોનસની ચુકવણીની મર્યાદા 01-04-2014ના સંશોધિત રૂપમાં 7000 રૂપિયા મહિનાની હશે.

પોસ્ટલ કર્મચારીઓને નુકસાન
પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસના નામ પર ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના કર્મચારીઓને નુકસાન થયું છે. તેમને દિવાળી પર 120 દિવસનું બોનસ આપવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. તેમને માત્ર 60 દિવસનું બોનસ આપવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો પરંતુ મિનિસ્ટ્રીએ સાફ ઇન્કાર કરી દીધો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags