VTV News

1.2M Followers

તમારા કામનું / કઈ બેન્ક આપી રહી છે સૌથી સસ્તા વ્યાજદરે લોન? અહીં ફટાફટ ચેક કરી લો સંપૂર્ણ લિસ્ટ, ફાયદામાં રહેશો

20 Oct 2021.4:10 PM

  • હોમ લેતા પહેલા આ ચેક કરી લેજો
  • જાણો કઈ બેન્ક આપી રહી છે સૌથી સસ્તી લોન
  • જાણો સંપૂર્ણ લિસ્ટ અહીં

જો તમે પણ ઘર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે સારી તક છે. આ સમયે ઘણી એવી બેન્કો ઉપરાંત હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ હોમ લોનના દરમાં ઘટાડો કરી રહી છે.

બેન્ક ઓફ બરોડા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, યસ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક (PNB), બેન્ક ઓફ બરોડા (BOB), કોટક મહિંદ્રા બેન્ક, HDFC બેન્ક અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ સૌથી સસ્તામાં હોમ લોન ઓફર કરી રહી છે.

ઘરોની ડિમાન્ડ વધવા અને ફેસ્ટિવ ટાઈમના કારણે બેન્કોને હોમ લોનના દરમાં ઘટાડો કર્યો છે. તો આવો જાણીએ કઈ બેન્ક કયા વ્યાજદર પર હોમ લોન આપી રહી છે.

HDFC Bank
HDFCએ ફેસ્ટિવ સીઝનને જોવા હોમ લોનના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. જેના હેઠળ ગ્રાહક 6.70 ટરા વાર્ષિકના શરૂઆતી વ્યાજદર પર હોમ લોન લઈ શકશો. આ વ્યાજદર 20 સપ્ટેમ્બર 2021થી લાગુ થઈ રહ્યા છે. આ સ્પેશિયલ સ્કીમ 31 ઓક્ટોબર 2021 સુધી ઉપલબ્ધ રહેશે.

LIC Housing Finance
LIC Housing Finance 50 લાખ રૂપિયાથી 2 કરોડ રૂપિયા સુધીની હોમ લોન માટે વ્યાજદર ઘટાડીને 6.66 ટકા કરી દીધા છે. આ લોન 22 સપ્ટેમ્બરથી લઈને 30 નવેમ્બર સુધી હોમ લોન પર જ લાગુ રહેશે.

Yes Bank
યસ બેન્ક ફેસ્ટિવ સીઝનમાં ફક્ત 6.7 ટકાના વ્યાજદર પર હોમ લોન ઓફર કરી રહ્યું છે.

Kotak Mahindra Bank
કોટક મહેન્દ્રા બેન્કે હોમ લોનના વ્યાજદરોમાં 15bps એટલે કે 0.15 ટકા ઘટીને 6.65 ટકાથી ઘટીને 6.50 ટકા કરી દેવામાં આવી છે. આ નવા દર 10 સપ્ટેમ્બર 2021થી લાગુ થયા છે અને 8 નવેમ્બર 2021એ ખતમ થઈ જશે.

SBI
SBIએ પોતાની પહેલની શરૂઆત કરતા ફક્ત 6.70 ટરાના દર પર ક્રેડિટ સ્કોર લિંક્ડ હોમ લોન ઉપલબ્ધ કરાવવાની ઓફર કરી છે. તેમાં લોનની રકમ ચાહે જેટલી પણ હોય. તેને રહેલા 75 લાખ રૂપિયાથી વધારે લોન પર 7.15 ટકાના દરથી ચુકવણી કરવું પડતું હતું. ફેસ્ટિવ ઓફર્સની શરૂઆતની સાથે હવે લોન લેનાર ગ્રાહક 6.70 ટકાના ન્યૂનતમ દરથી હોમ લોન લઈ શકે છે.

Bank of Baroda:
BOBએ પોતાના હોમ લોન પર વ્યાજદર ઘટાડીને 6.75 ટરાથી 6.50 ટકા કરાવી દીધા છે. બેન્કે કહ્યું કે આ નવા દરોનો ફોયદો ગ્રાહક 31 ડિસેમ્બર 2021 સુધી ઉઠાવી શકે છે. આ નવા દર દરેક હોમ લોનનું આવેદન કરનરા ગ્રાહકોને મળશે.

Canara Bank:
સૌથી રહેલા સાર્વજનિક ક્ષેત્રની કેનેરા બેન્કે MCLRમાં 0.15 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી. બેન્કે પોતાના એક વર્ષની એમસીએલઆર દરને 0.10 ટકા ઘટાડીને 7.25 ટકા કરી દીધા છે. કેનરા બેન્કના નવા રેટ 7 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે. બેન્કે એક દિવસ અને એક મહિનાની MCLRને 0.15 ટકા ઘટાડીને 6.55 ટકા કરી દીધા છે.

Punjab National Bank:
PNBએ 50 લાખથી વધારે હોમ લોન પર વ્યાજદરમાં 0.50 ટકા ઓછા કરતા તેને 6.60 ટકા કરી દીધા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags