VTV News

1.2M Followers

ખુશખબર / રાહતના સમાચાર : પેટ્રોલ-ડીઝલના ભાવ ગમે ત્યારે ઘટવાની સંભાવના, PM મોદીએ હાથમાં લીધું આ કામ

20 Oct 2021.8:07 PM

  • દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને
  • પ્રધાનમંત્રી કાર્યાલય હરકતમાં આવ્યું
  • બુધવારે પ્રધાનમંત્રી મોદીએ ઓઈલ કંપનીઓના CEO સાથે કરી બેઠક
  • ઇંધણના ભાવ ઘટાડવા માટે નક્કર ઉપાય શોધાય તેવી શક્યતા

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ છે.

દરમિયાન બુધવારે વિશ્વની અગ્રણી ઓઇલ એન્ડ ગેસ કંપનીઓના સીઈઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ઇંધણના ભાવ ઘટાડવા માટે નક્કર ઉકેલ શોધાય તેવી સંભાવના છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ તરુણ કપૂરે પીએમ નરેન્દ્ર મોદીની વૈશ્વિક સીઈઓ સાથેની બેઠકની માહિતી આપતા જણાવ્યું કે પીએમ મોદી સાથે ની રાઉન્ડટેબલ બેઠકમાં દરેક ઓઇલ અને એનર્જી કંપનીના સીઈઓને બોલવા માટે 3 મિનિટનો સમય આપવામાં આવશે. તે પછી પ્રધાનમંત્રી પોતાના મંતવ્યો આપશે.

આ કંપનીઓ CEO સાથે જોડાયા

પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં રશિયાના રોઝેનેફ્ટના ચેરમેન અને સીઈઓ ડો.ઇગોર સેચિન, સાઉદી અરામકો, સાઉદી અરેબિયાના પ્રમુખ અને સીઈઓ અમીન નાસિર, બ્રિટિશ પેટ્રોલિયમ, યુકેના સીઈઓ ઓલિવર લી પેચ, સ્લેમ્બરઝર લિમિટેડ, યુએસએના સીઇઓ ઓલિવર લી પેચ, યુઓપીના પ્રમુખ અને સીઈઓ બ્રાયન ગ્લોવર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને વેદાંત લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.

મોંઘા પેટ્રોલ અને ડીઝલ પર મળી રહેશે ઉપાય?

આ બેઠક અંગે માહિતી આપતાં કપૂરે કહ્યું હતું કે, આ વાટાઘાટોમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા અંગે સંવાદ થશે. કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ સખત વધી રહ્યા છે અને હવે એક મર્યાદાથી આગળ વધી ગયા છે. તેમણે કહ્યું કે તેલ ઉત્પાદક દેશોએ આ વિષય પર પ્રતિક્રિયા આપવી જોઈએ. અમે તેલના ભાવમાં અચાનક ઘટાડો થવાનું સમર્થન કરતા નથી. પરંતુ ક્રૂડ ઓઇલ ઉત્પાદક કંપનીઓએ સમજવાની જરૂર છે કે આટલા ઊંચા ઇંધણના ભાવ પણ યોગ્ય નથી.

કિંમતમર્યાદા નક્કી કરી શકાય છે

સેક્રેટરી તરુણ કપૂરે એવી સંભાવના વ્યક્ત કરી હતી કે બેઠકમાં તેલના ભાવને મર્યાદિત કરવા માટે સિસ્ટમ બનાવવામાં આવી શકે છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકાર અન્ય કોઈ ભાવ સૂચકાંકના આધારે તેલ ખરીદી શકાય છે કે નહીં તે જોવાની જરૂરિયાત પર પણ ધ્યાન આપી રહી છે. જો કિંમતોમાં વધુ પડતી વધઘટ થાય તો ભારતના અન્ય સ્ત્રોતોમાંથી તેલની આયાત થઈ શકે? કિંમતોમાં આ અસ્થિરતા લાંબો સમય ટકવાની નથી અને તે સામાન્ય થઈ જશે. માંગ અને પુરવઠા વચ્ચે ખાસ તફાવત નથી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags