GSTV

1.3M Followers

મોટા સમાચાર/ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આવી ખુશખબર, મોંઘવારી ભથ્થામાં કર્યો 3 ટકાનો વધારો

21 Oct 2021.2:11 PM

Last Updated on October 21, 2021 by Pravin Makwana

કેન્દ્ર સરકારના પેન્શનધારકોને મોદી સરકારે ગિફ્ટ આપી છે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની કેબિનેટે મંજૂરી આપી દીધી છે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. તેમાં કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓને ફાયદો થશે. આપને જણાવી દઈએ કે, સરકારે 1 જૂલાઈ 2021થી મોંઘવારી ભથ્થામાં 28 ટકા વધાર્યું હતું.

જે તે સમયે 17 ટકાથી 11 ટકા વધારે હતું. પણ 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2021 સુધીના સમયમાં આ ડીએ 17 ટકા જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે ડીએનો રેટ્રોસ્પેક્ટિવ રીતે વધાર્યું. એટલે કે તેમાં બાકીના હપ્તાને છોડીને આગળના હપ્તામાં વધારો કરવાનું ચાલૂ કરી દીધું.

ક્યા આધારે નક્કી થશે ડીએ

મોંઘવારી ભથ્થુ કર્મચારીઓના વેતનના આધાર પર નક્કી કરવામાં આવશે. જેમાં શહેરી, અર્ધ શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં નોકરી કરતા સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અલગ અલગ હોય છે. ડિયરનેસ અલાઉંસની ગણતરી મૂળ સેલરી પર થાય છે. મોંઘવારી ભથ્થાની ગણકરી માટે એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. જે ગ્રાહક મૂલ્ય સૂચકાંક નક્કી કરે છે.

શું હોય છે મોંઘવારી ભથ્થું

મોંઘવારી ભથ્થામાં સરકારી કર્મચારીઓને રહેવા ખાવા પીવાના સ્તરને વધારે સારા બનાવા માટે આ ભથ્થું આપવામાં આવે છે. મોંઘવારી વધવાની સાથે કર્મચારીઓને રહેવાના સ્તર પર કોઈ અસર ન પડે તેના માટે વધારો કરવામાં આવે છે. આ ભથ્થા સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે.

એક વર્ષમાં કમ સે કમ આટલો મળશે ફાયદો

ન્યૂનતમ સેલરી 18000 રૂપિયા પર ફાયદાનું ગણિત આવી રીતે થશે

  1. કર્મચારીની બેસિક સેલરી- 18,000 રૂપિયા
  2. નવું મોંઘવારી ભથ્થું (31%)- 5580 રૂપિયા/ મહિને
  3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (28%)- 5040 રૂપિયા/ મહિને
  4. કેટલું મોંઘવારી ભથ્થુ વધ્યું- 5580-5040 = 540 રૂપિયા/ મહિને
  5. વાર્ષિક સેલરીમાં વધારો - 540X12= 6480 રૂપિયા
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags