TV9 ગુજરાતી

411k Followers

ગાંધીનગર : પ્રાથમિક શાળાઓમાં 15000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી, RTIમાં ચોંકાવનારો ખુલાસો

23 Oct 2021.3:11 PM

રાજયની વિવિધ શાળાઓમાં ખાલી જગ્યા બાબતે કરાયેલી RTIમાં મોટો ખુલાસો થયો છે. રાજયની અલગ-અલગ પ્રાથમિક શાળાઓમાં 15000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનું ખુલ્યું છે. જેમાં ધો. 6 થી 8માં કુલ 8273 વિદ્યાસહાયકની જગ્યા ખાલી છે. જેમાં ગણિત વિજ્ઞાનમાં 3324, સામાજિક વિજ્ઞાનમાં 3087,ભાષામાં 1862ની આમ ઉચ્ચતર પ્રાથમિકમાં 8273 વિદ્યાસહાયકની જગ્યા ખાલી હોવાનું ખુલ્યું છે.

ઉપરાંત 1થી5ની લાયકાત વાળા 2188 શિક્ષકો હાલ ધોરણ 6થી8માં કામ કરે છે. જોએમને 6થી8ના મહેકમમાં ગણવામાં ન આવે તો ધોરણ 6થી8માં 10 હજાર કરતા વધુ ખાલી જગ્યા થાય છે. સાથે જ ધો. 1થી 5માં શિક્ષકોની 5867 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. આમ રાજ્યની પ્રાથમિક શાળામાં ટોટલ 15 હજારથી વધુ જગ્યા ખાલી હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

આમ રાજ્યની પ્રાથમિક શાળામાં ટોટલ 15 હજારથી વધુ જગ્યા ખાલી હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા 3 વર્ષથી આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ છે તો બાળકોને શિક્ષણ કઈ રીતે આપવામાં આવતું હશે. સામે ટેટ પાસ કરેલા ઉમેદવારોની ભરતી કરવાની વાત 3 વર્ષથી કરવામાં આવે છે પણ ભરતી હજુ સુધી થઈ નથી.

ગજબ ! આ યુવતીએ 'સ્કેટિંગ શુઝ' પહેરીને કર્યો રાજસ્થાની ફોક ડાન્સ, આ સ્કેટિંગ ચેમ્પિયનને જોઈને લોકો મંત્ર મુગ્ધ થયા

Amit Shah jammu kashmir Visit: શહીદ ઇન્સ્પેક્ટર પરવેઝ અહેમદના ઘરે પહોંચ્યા અમિત શાહ, પરિવારને સોંપ્યા સરકારી નોકરીના કાગળો

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Tv9 Gujarati

#Hashtags