VTV News

1.2M Followers

મોટી જાહેરાત / નવા વર્ષ પર ગુજરાત સરકારે આપી દિવાળી ગિફ્ટ, ડિપ્લોમા કોર્સને લઈને વાઘાણીની મોટી જાહેરાત

05 Nov 2021.2:23 PM

  • SSCના ગ્રેસિંગના વિદ્યાર્થીઓ માટે જાહેરાત
  • SSCના ગ્રેસિંગના વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં મળશે પ્રવેશ
  • રાજ્ય સરકારની નવા વર્ષમાં વિદ્યાર્થીઓને ભેટ

નવા વર્ષમાં SSCના ગ્રેસિંગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણમંત્રીની જાહેરાત
આખું ગુજરાત આજે નવ વર્ષની ઉજવણી કરી રહ્યું છે, લોકો એકબીજાને જાતજાતની ભેટ આ અવસર પર આપે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે મોટી જાહેરાત કરી છે.

બેસતા વર્ષે રાજ્યના શિક્ષણમંત્રીએ રાજ્યના ઘણા બધા વિદ્યાર્થીઓને દિવાળીની ભેટ સમાન મોટા નિર્ણયની જાહેરાત કરી છે.

SSCમાં ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં મળશે પ્રવેશ
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત અનુસાર હવે ડિપ્લોમામાં એડમિશન મેળવવું વધુ સરળ બની ગયું છે, જે વિદ્યાર્થીઓને SSC માં ગ્રેસિંગ સાથે પાસ કરવામાં આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને પણ હવેથી ડિપ્લોમામાં પ્રવેશ આપવામાં આવશે. જેથી ઘણા બધા વિદ્યાર્થીઓને આ નિર્ણયનો ફાયદો મળી શકે તેમ છે. નોંધનીય છે કે વર્ષ 2016થી જ ગ્રેસિંગ ધરાવતા વિદ્યાર્થીઓનાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારે આજે નિર્ણયને બદલવામાં આવ્યો છે.

રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીનું નિવેદન
આ સિવાય કોરોનાકાળમાં હવ નાના બાળકોની શાળા ક્યારે શરૂ થશે તે મુદ્દે શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે સરકારે તૈયારી પૂર્ણ કરી લીધી છે, કમિટીના નિર્ણય બાદ નિષ્ણાતો સાથે બેઠક કરીને નિર્ણય કરવામાં આવશે. વાઘાણીએ કહ્યું કે કોરોના વાયરસની અસર ઓછી થઈ જાય એટલે શાળાઓ શરૂ કરી દેવામાં આવશે.

સૈનિકોના પરિવારને મળી પાઠવી શુભકામના
ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ગઇકાલે પોતાના મતક્ષેત્રમાં દિવાળી પર્વની ઉજવણી કરી હતી. ભાવનગર ખાતે જીતુ વાઘાણી દિવાળીની ઉજવણી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે કરી હતી. વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે સમય વિતાવ્યો હતો. ભાવનગરમાં જીતુ વાઘાણી સહરદ ઉપર ફરજ બજાવતા સૈનિકોના ઘરે પણ ગયા હતા. તેમના પરિવારને મળીને તમણે દિવાળીની શુભેચ્છા આપી હતી. સરહદ ઉપર ફરજ બજાવતા સૈનિકો સાથે ટેલીફોનિક વાત કરી તેમણે તેમને પણ દિવાળીની શુભેચ્છા આપી હતી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags