GSTV

1.3M Followers

અગત્યનું/ આવતીકાલથી બંધ થઇ જશે સરકારી કર્મચારીઓને મળનારી આ સુવિધા, જાણી લો નવી ગાઇડલાઇન

07 Nov 2021.1:27 PM

Last Updated on November 7, 2021 by Bansari

Covid Guidelines: કોવિડ મહામારી દરમિયાન સરકારી કર્મચારીઓને આપવામાં આવતી સુવિધાઓ હવે ખતમ કરવામાં આવી રહી છે. આ છૂટછાટો 8મી નવેમ્બરથી સમાપ્ત થઈ રહી છે. હવે સરકારી કર્મચારીઓએ ઓફિસમાં પૂરા સમયની હાજરી નોંધાવવી પડશે. હાજરી રેકોર્ડ કરવા માટે બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ (Biometric Attendance) આવતીકાલથી એટલે કે સોમવારથી ફરી શરૂ કરવામાં આવી રહી છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

બાયોમેટ્રિક હાજરી અંગે તમામ કેન્દ્રીય કચેરીઓમાં નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. ભારત સરકારના ડેપ્યુટી સેક્રેટરી ઉમેશ કુમાર ભાટિયાના જણાવ્યા અનુસાર, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને, ઓફિસોમાં કર્મચારીઓને ઓછી સંખ્યામાં બોલાવવા અને કામના કલાકો ઘટાડવા જેવી છૂટ પહેલેથી જ બંધ કરવામાં આવી હતી. હવે 8 નવેમ્બરથી દરેક કર્મચારીએ બાયોમેટ્રિક હાજરી નોંધાવવી પડશે.

દરેક સરકારી કર્મચારી માટે ગાઇડલાઇન જારી

કેન્દ્ર સરકારે આ માટે પૂરી ગાઇડલાઇન જારી કરી છે. ગાઈડલાઈન મુજબ બાયોમેટ્રિક મશીન પાસે સેનિટાઈઝર રાખવું જરૂરી રહેશે. તમામ કર્મચારીઓ હાજરી નોંધાવતા પહેલા અને પછી સેનિટાઈઝરથી હાથ સાફ કરશે. કર્મચારીઓએ બાયોમેટ્રિક હાજરી નોંધાવતી વખતે એકબીજામાં છ ફૂટનું અંતર જાળવવાનું રહેશે. બધા કર્મચારીઓએ દરેક સમયે માસ્ક પહેરવું અથવા તેમનો ચહેરો ઢાંકવો જરૂરી રહેશે.

બાયોમેટ્રિક મશીનના ટચપેડને વારંવાર સાફ કરવા માટે નિયુક્ત કર્મચારીઓને તૈનાત કરવા પડશે. આ કર્મચારીઓ તેમની હાજરી નોંધાવવા આવતા કર્મચારીઓને કોવિડ અનુકૂળ વર્તન જાળવવા માટે માર્ગદર્શન પણ આપશે. બાયોમેટ્રિક મશીન ખુલ્લા વાતાવરણમાં રાખવું જોઈએ. જો મશીન અંદર હોય, તો ત્યાં પૂરતું કુદરતી વેન્ટિલેશન હોવું જોઈએ.

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી બોનસ

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનરો માટે મોંઘવારી રાહત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જુલાઈથી ડિસેમ્બરના સમયગાળા માટે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં ડીએ હવે વધીને 31 ટકા થઈ ગયું છે. વધેલું ભથ્થું 1 જુલાઈ, 2021થી લાગુ થશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags