VTV News

1.2M Followers

તમારા કામનું / SBIએ શરૂ કરી ખાસ સ્કીમ, ઘરે બેઠા મેળવો 3 લાખ સુધીની બાઈક લોન, જાણો શું છે પ્રોસેસ

08 Nov 2021.6:49 PM

  • SBIએ કર્યું 'SBI Easy Ride'નું એલાન
  • ઘરે બેઠા મળશે 3 લાખ સુધીની લોન
  • જાણો શું છે પ્રોસેસ

દેશના સૌથી મોટા સાર્વજનિક ક્ષેત્રના બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ પ્રી - અપ્રૂવ્ડ ટૂ-વ્હીલર લોન એટલે કે 'SBI Easy Ride' શરૂ કરવાનું એલાન કર્યું છે.

આ યોજના હેઠળ જો તમે યોગ્ય ગ્રાહક છો તો વગર કોઈ બેન્ક ખાતું ખોલાવે જ લોન મેળવી શકો છો.

SBIના Yono એપ દ્વારા 'એન્ડ-ટૂ-એન્ડ ડિજિટલ ટૂ-વ્હીકલ લોન'નો ફાયદો લઈ શકે છે. આ સ્કીમ હેઠળ કસ્ટમરને વધુમાં વધુ ત્રણ લાખ રૂપિયા સુધીની 'ટૂ-વ્હીલર લોન' મળી શકે છે. તેના માટે 4 વર્ષની મેક્સિમમ ડ્યુરેશન માટે 3 લાખની લોન પર 10.5% વ્યાજ આપવાનું રહેશે. આ સ્કીમમાં મિનિમમ લોન એમાઉન્ટ 20,000 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે.

'SBI Easy Ride'ની ખાસિયત

  • 'SBI Easy Ride' હેઠળ 3 લાખ સુધીની લોન મળશે.
  • ગ્રાહક પોતાની પાત્રતાના હિસાબથી ગાડીઓની ઓન-રોડ કિંમતના 85% સુધીની લોન લઈ શકશે.
  • આ લોન વધુમાં વધુ 48 મહિનાના સમય માટે આપવામાં આવશે.
  • લોનની રકમ ડીલરના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.
  • SBIના ગ્રાહકો બેન્ક શાખામાં ગયા વગર YONO એપના માધ્યમથી એન્ડ-ટૂ-એન્ડ ડિજિટલ ટૂ-વ્હીલર લોનનો ફાયદો લઈ શકે છે.
  • SBIએ જણાવ્યું કે હાજર ડિજિટલ ફેરફારની વચ્ચે એસબીઆઈ, યોનો એપ દ્વારા ગ્રાહકોને તેમના ઘર સુધી બેન્કિંગની સુવિધા આપવાનો પ્રયત્ન કરતું રહે છે. નવેમ્બર 2017માં લોન્ચ થયેલી YONO એપમાં 89 મિલિયન ડાઉનલોડ અને 42 મિલિયનથી વધારે રજીસ્ટર્ડ યુઝર્સ તેની સાથે જોડાયા છે. SBIએ YONO પર 20 થી વધારે કેટેગરીમાં 110થી વધુ ઈ-કોમર્સ કંપનીઓની સાથે પાર્ટનરશિપ કરી છે.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags