News18 ગુજરાતી

981k Followers

LRD ભરતીની દોડની તૈયારી માટે આ જિલ્લાઓમાં મેદાનો ઉપલબ્ધ છે, જાણો બધા જ મેદાનની વિગતો

21 Nov 2021.4:29 PM

LRD Recruitment 2021 : ગુજરાત પોલીસ દ્વારા (Gujarat Police Recruitment 2021) વર્ગની હથિયારી/ બિનહથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક (LRD CRPF Constable Recruitment 2021) અને સીઆરપીએફ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓની સીધી ભરતી બહાર પાડવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ રાજ્યમાં કુલ આ વર્ગની 10459 જગ્યા ભરવામાં આવશે.આ ભરતીમાં કુલ 1,42,087 ઉમેદવારો ફી ભરવાપાત્ર થયા છે ફી ભરાયેલા ઉમેદવારો માટે હવે શારિરીક કસોટીની તારીખ પણ આવી ગઈ છે. એલઆરડીની શારિરીક કસોટી 3 ડિસેમ્બરથી શરૂ થશે. (LRD Physical Test) આ ભરતી માટે ઉમેદવારો માટે પ્રેક્ટિસ મેદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભરતીના વડા હસમુખ પટેલે પ્રેક્ટિસ મેદાનની વિગતો ટ્વીટીર પર આપી છે (Grounds List for Practice in LRD in Gujarat) અહીંયા તમામ મેદાનની માહિતીઓ આપવામાં આવી છે. પોલીસ દ્વારા જ આ ભરતી માટે તૈયારી કરાવવામાં આવતી હોવાથી હરિફાઈ ખૂબ જ મજબૂત થશે.

જામનગર : જામનગર જિલ્લા પોલીસ મુખ્ય મથક ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમેદવારો માટે દોડની પ્રેક્ટિસ માટે ઉપલબ્ધ છે. ઉમેદવારો તેનો લાભ લઈ શકે છે.

વલસાડ : પોલીસ અધિક્ષક વલસાડ દ્વારા યુવાનોને શારીરિક તથા લેખિત પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી રહી છે. વલસાડ જિલ્લા પોલીસનો આ બાબતે સંપર્ક કરી શકાશે.

સાબરકાંઠા : સાબરકાંઠામાં પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા, વિજયનગર, કેશરપુર, દેશોત્તર, ઈડર વડાલી એમ 13 જગ્યાએ મેદાન ઉપલબ્ધ છે સંપર્ક નંબર માટે આ ટ્વીટરને વાંચવું

બોટાદ :બોટાદમાં એમ.ડી. સ્કૂલ પાળીયાદ રોડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ બોટાદ, પાળીયાદમાં વડોદરા સુ.ઝ. હાઇસ્કૂલ, બરવાળામાં ઝઝુબા હાઈસ્કુલના મેદાન ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે આ ટ્વીટ પરથી સંપર્ક કરવો.



અમરેલી : અમરેલી જિલ્લામાં છ જગ્યાએ પોલીસ ભરતીના ઉમેદવારો માટે મેદાન ઉપલબ્ધ છે. આ મેદાનમાં અમરેલી સમર્થ વ્યાયામ મંદિર, લાઠી પોલીસલાઇન ગ્રાઉન્ડ, બાબર કમળશી હાઇસ્કૂલ ગ્રાઉન્જ, સાવરકુંડલા કેકે પારેખ હાઇસ્કૂલ ગ્રાઉન્ડ,. રાજુલા નોબલ વર્લ્ડક સ્કૂલ ગ્રાઉન્ડ, જાફરાબાદ નવરચના ઈન્ગલિશ મીડિયમ સ્કૂલ ગ્રાઉન્ડ ઉપલબ્ધ રહેશે.



છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા મુખ્ય મથક ખાતે પોલીસ ભરતીના 1000 ઉમેદવારોને શારીરિક તથા લેખિત પરીક્ષા માટેની તૈયારી કરાવવામાં આવી રહ્યો છે. વધુમાં વધુ ઉમેદવારો ને લાભ લેવા વિનંતી

મહીસાગર : મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા 6 મેદાનની વ્યવસ્થા કરાવવામાં આવી છે. જેમાં જે.એચ. મહેતા હાઇસ્કૂલ સંતરામપુર, એસપી હાઇસ્કૂલ સંતરામપુર, નગરપાલિકા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બાલાસીનોર, દિવડા ગરબા ગ્રાઉન્ડ કડાણા, સીએન. દેસાઈ હાઇસ્કૂલ ગ્રાઉન્ડ વિરપુર, જળકુકડી ગામનું ગ્રાઉન્ડ બાકોરનો સમાવેશ થાય છે.



દાહોદ : દાહોદ જિલ્લામાં ચાર ઠેકાણે ભરતી માટે મેદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની માહિતી રેલ્વે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ દાહોદ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ દાહોદ, નવજીવ આર્ટ્સ એન્ડ કોમર્સ ગ્રાઉન્ડ દાહોદ, જયદિપસિંહ જિલ્લા રમતગમત કેન્દ્ર બારીયા.

આ પણ વાંચો : Sarkari Naukri: ધો.10 સાથે ITI પાસ માટે Navyમાં બમ્પર ભરતી, 275 જગ્યા ભરાશે



પંચમહાલ : પંચમહાલ પોલીસ દ્વારા 9 જગ્યાએ ભરતી માટે તૈયારીના મેદાન તૈયાર કરાવવામાં આવ્યા છે. જેના માટે નીચેનું ટ્વીટ વાંચો



આ ઉપરાંત સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લાઓમાં પોલીસ ભરતીના ઉમેદવારો માટે ટૂંક સમયમાં તાલીમ શરૂ કરવામાં આવશે.

પૂર્ણ માર્ક્સ લેવા માટે

દોડામાં પૂર્ણ માર્ક્સ લેવા માટે પુરૂષ ઉમેદવારે દર મિનિટ 2500 મીટર દોડવાનું રહેશે. એટલે કે દર મિનિટે પોણો 250 મીટરથી વધુ કિલોમીટર દોડવાનું રહેશે. જ્યારે મહિલા ઉમેદવારોએ દરમિનીટે 228.6 મીટર દોડવું પડે તો સાત મિનીટમાં દોડ સમાપ્ત થઈ શકે. આ પ્રેક્ટિસમાં હજુ જેટલો ઓછો સમય થઈ શકે તે કરી શકાય છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: News18 Gujarati

#Hashtags