News18 ગુજરાતી

981k Followers

Airtel પ્રિપેડ રિચાર્જ પ્લાનની કિંમતમાં ધરખમ વધારો, જાણો કયા પ્લાન માટે કેટલી કિંમત ચૂકવવી

22 Nov 2021.10:19 AM

મુંબઈ: ભારતી એરટેલ (Bharti Airtel) તરફથી પ્રિપેડ રિચાર્જ (Prepaid recharge plan) પ્લાનમાં કિંમત વધારાની જાહેરાત કરવામાં આવી છે. વોડાફોન આઈડિયા (Vodafone Ideas) અને રિલાયન્સ જિયો (Reliance Jio) પહેલા જ એરટેલ તરફથી કિંમત વધારાની જાહેરાત કરવામાં આવી છે. જે બાદમાં અન્ય ટેલિફોન ઓપરેટર્સ પણ ભાવ વધારો કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

એરટેલે પોતાના બેઝિક પ્લાન (Airtel Basic plan) કે જેની કિંમત 79 રૂપિયા હતી તેની કિંમત વધારીને 99 રૂપિયા કરી છે. જોકે, આ સાથે એરટેલ તરફથી 99 રૂપિયાના પ્લાનમાં બેનિફેટ્સમાં પણ વધારો કરાયો છે. 99 રૂપિયાના બેઝિક પ્લાનમાં હવે 99 રૂપિયાનો ટોકટાઇમ અને 200 એમબી ઇન્ટરનેટ ડેટા પણ મળશે.

એરટેલનો સૌથી પ્રસિદ્ધ રિચાર્જ પ્લાન (Airtel popular rechare plan) કે જેની કિંમત પહેલા 598 રૂપિયા હતી તેની કિંમત વધારીને હવે 719 રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 149 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 179 રૂપિયા કરી દેવામાં આવી છે.

ડેટા વાઉચર્સની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલા ડેટા વાઉચર્સ પ્લાન કે જેની કિંમત રૂ. 48, રૂ. 98 અને રૂ. 251 હતી તેની કિંમત હવે વધારીને ક્રમશ: રૂ. 58, રૂ. 118 અને રૂ. 301 કરવામાં આવી છે. આ તમામ પ્લાનમાં સમાન બેનિફેટ્સ મળશે પરંતુ હવે તે માટે તમારે વધારે કિંમત ચૂકવવી પડશે.

નીચે ટેબલમાં જાણો કયા પ્લાન માટે કેટલી કિંમત ચૂકવવી પડશે


એરટેલે કિંમત વધારાની શરૂઆત કરી છે ત્યારે વોડાફોન પણ તેના પગલે ચાલશે તેવું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે વોડાફોન પણ ભાવ વધારાન તૈયારીમાં જ છે. જોકે, રિલાયન્સ જિયો તરફથી કિંમત વધારાની જાહેરાત કરવામાં આવશે કે નહીં તેની કોઈ માહિતી મળી શકી નથી. રિલાયન્સ જિયો હાલ યૂઝર્સ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. એરટેલના નવા ટેરિફ નવેમ્બર 26, 2021થી લાગૂ પડશે. આથી યૂઝર્સ પાસે પોતાના ફેવરિટ પ્લાનનું રિચાર્જ કરવાના ચાર દિવસ છે. ચાર દિવસ પછી તેમણે નવા ટેરિફ પ્રમાણે રિચાર્જ કરાવવું પડશે.


વર્તમાન પ્લાન વેલિડિટી નવી કિંમત
79 28 99
149 28 179
219 28 265
249 28 299
298 28 359
399 56 479
449 56 549
379 84 455
598 84 719
698 84 839
1498 365 1799
2498 365 2999

WhatsApp પર આવ્યું Voice રેકોર્ડિંગ સાથે જોડાયેલું નવું ફીચર

વોટ્સએપ બે નવા શાનદાર ફીચર્સ પર કામ કરી રહ્યું હોવાની વાત સામે આવી રહી છે. વોટ્સએપ વોઈસ રેકોર્ડિંગને પ્લે (Play) અને રિઝ્યુમ (Resume) કરવાના ફીચરને લઈને કામ કરી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે. આ સાથે જ એપ પર લાસ્ટ સીન (Last seen)ના સ્ટેટસને કેટલાક સ્પેસેફિક કોન્ટેક્ટથી હાઈડ કરી શકાય તેવા ફીચર પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. હાલ વિશેષ બીટા ટેસ્ટર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. નવા પોઝ એન્ડ રિઝ્યુમ (Pause and Resume) ફીચરના કારણે યૂઝર્સને પોતાના રેકોર્ડિંગને રોકી અને મોકલતા પહેલા તેને રિઝ્યુમ કરી શકશે. (વાંચો સમગ્ર અહેવાલ...)

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: News18 Gujarati

#Hashtags